સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરતાં જસદણ, વીંછિયા, ગોંડલ, મોટાદડવા, વાંકાનેર અને ધોરાજી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જ્યારે જામનગરના કાલાવડ સહિત તાલુકાના નિકાવા અને આણંદપર પંથકમાં સાંજે લગભગ એકાદ કલાક સુધી હળવા ભારે વરસાદી ઝાપટાં વરસ્યા હતા.
3/9
અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ પર અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
4/9
શનિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે સાબરકાંઠાના લાંબડીયા પંથકમાં વાવાઝોડા સાથે અડધો કલાક ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો હતો અને ઠંડક પ્રસરી વળતા ઉકળાટ અને બફારામાંથી મુક્તિ મળી હતી.
5/9
વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં સવા 4 ઈંચ, ઉમરગામ તાલુકામાં 6 ઈંચ, વલસાડમાં અઢી ઈંચ અને વાપીમાં સાડા ત્રણ ઈંચ જેટલો ભારે વરસાદ થતાં પાણી-પાણી થઇ ગયા હતા. સમગ્ર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ડાંગ જિલ્લાના આહવામાં 19, વઘઇમાં 64, સાપુતારામાં 19 મિ.મી. વરસાદ પડ્યો હતો, સુબીર તાલુકો કોરો રહ્યો હતો.
6/9
બે દિવસથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટ, ચોટીલા, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડ્યો છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં પણ ભારે પડી શકે છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
7/9
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં હવેથી વાવણીલાયક વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
8/9
આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.
9/9
અમદાવાદ: ગુજરાતમાં છેવટે સત્તાવાર રીતે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાનું શરૂ થયો છે. હવામાન ખાતાએ આગામી બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. છેલ્લા 48 કલાકમાં ગુજરાતના જિલ્લાના 28 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.