ગૃહ રાજ્યમંત્રીની સ્પષ્ટતા પછી અમદાવાદ જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે જણાવ્યું હતું કે રવિવારે જાહેર કરેલી પરીક્ષા માટે નેટ સેવા બંધ રાખવા કરાયેલું જાહેરનામું રદ કરી નિર્ણય પડતો મૂક્યો છે. અગાઉ તલાટીની પરીક્ષા ટાણે પણ નેટ બંધ રખાયું ત્યારે સરકારે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો.
2/4
રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી નેટ સેવા બંધ રાખવા તમામ કલેક્ટર્સને ગૌણસેવા પસંદગી મંડળે સૂચન કર્યું હતું. આ સૂચન પછી અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. એટલું જ નહીં આ અંગે સબંધિત મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓને પણ રવિવારે પરીક્ષા દરમિયાન નેટ બંધ રાખવા જાણ કરી દેવાઈ હતી. જોકે, તેનો રાજ્યવ્યાપી વિવાદ સર્જાતાં સરકાર હરકતમાં આવી હતી અને પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નેટ સેવા ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી હતી.
3/4
16મી ઓક્ટોબર અને રવિવારે રાજ્યમાં પરીક્ષાને ધ્યાને રાખીને ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે ગુરુવારે સવારે જાહેરનામું બહાર પાડ્યા બાદ નેટ બંધ કરવાના મુદ્દે વિવાદ સર્જાયા પછી મોડી સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દરમિયાનગિરી કરી હતી અને રવિવારે પરીક્ષા દરમિયાન પણ ઇન્ટરનેટ સેવા ચાલુ રહેશે, તેવી સ્પષ્ટતા કરી હતી.
4/4
અમદાવાદઃ આગામી રવિવારે રાજ્ય ગૌણસેવા પસંદગી મંડળની ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષાને ધ્યાને રાખીને રાજ્યમાં સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા પણ સુરતમાં હોવાથી આમ આદમી પાર્ટીએ આક્ષેપ લગાવ્યો હતો કે, કેજરીવાલની સભાથી ડરી ગયેલી ભાજપ સરકારે નેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી મીડિયા ઇન્ટરનેટના માધ્યમથી કવરેજ ન કરી શકે અને આપ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવિટી ન કરી શકે.