અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉપવાસ આંદોલનને લઇને પત્ર લખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે પત્રમાં સીએમ રૂપાણીને ઉપવાસ સ્થળ માટે મંજૂરી આપવા માટે વિનંતી કરી હતી. જોકે, તંત્ર દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ સ્થળને પાર્કિગ પ્લોટ જાહેર કરી દેવામાં આવ્યો છે.
2/5
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં ફેરવાયેલા નિકોલના ગ્રાઉંડમાં જ રવિવારે પાર્ક કરેલી ગાડીમાં બેસીને હું એક દિવસનો ઉપવાસ કરીશ. મારી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના 501 કાર્યકરો કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં બેસીને ઉપવાસ કરવાથી અમને કોઈ રોકી નહિ શકે અને ત્યાંથી હટાવી પણ નહીં શકે.
3/5
જોકે તંત્ર દ્વારા અમદાવાદના નિકોલમાં જગ્યા નહીં ફાળવવાના ગેરબંધારણીય નિર્ણય સામે 19મી ઓગસ્ટે એટલે કે આજે નિકોલ ખાતેના પાર્કિંગ ઝોન ગ્રાઉન્ડમાં હાર્દિક સહિત 501 યુવાનો એક દિવસ માટે ગાડી પર બેસીને પ્રતીક ઉપવાસ કરશે.
4/5
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત તેમજ ખેડૂતોના દેવામાફીની માગણી સાથે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે.
5/5
અમદાવાદ: આજે પાસ કન્વિનર હાર્દિક પટેલ અમદાવાદના નિકોલમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરવાનો છે. 25મીએ ઉપવાસ આંદોલન માટે AMC દ્વારા ગ્રાઉન્ડ ન ફાળવાતા આજે પ્રતિક ઉપવાસ કરી તેનો વિરોધ કરવામાં આવશે. હાર્દિક પટેલ અને પાસ દ્વારા 25મીથી શરૂ થતાં આમરણાંત ઉપવાસ માટે નીકોલમાં આવેલા ચાર જુદા-જુદા ગ્રાઉન્ડમાંથી કોઈ એક ગ્રાઉન્ડની માગ કરવામાં આવી હતી.