સામાન્ય વરસાદે અમદાવાદ કોર્પોરેશનના પ્રિમોનસૂન પ્લાન પોલ ખોલી દીધી છે. બાપુનગરમાં સમાન્ય વરસાદમાંજ રસ્તાઓ બેટમાં ફેરવાયા. અંબર સિનેમા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા. પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકો અને દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે..
3/4
શહેરના ઘીકાંટા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ફરી એક વખત વરસાદી પાણી ભરાતાં રાહદારીઓ અને વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. ઉપરાંત બાપુનગર, પાલડી, સૈજપુર, દાણાપીઠ, ઓઢવ, નહેરૂબ્રિજ સહિતના શહેરના મોટાભાગના વિસ્તારોમાં થોડા વરસાદમાં જ પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે.
4/4
અમદાવાદ: શહેરમાં સવારથી જ વરસાદ અટકી અટકીને વરસી રહ્યો છે. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના બાપુનગર, સરસપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ, નિકોલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.