શોધખોળ કરો
દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જાણો ક્યાં ક્યાં છે વરસાદ
1/4

સુરતમાં બપોરથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ ધોધમાર વરસાદથી વૃક્ષો થયા ધરાશાયી, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
2/4

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભુ થઇ રહ્યું છે. તે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ ગતિ કરી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઇ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. અરબી સમુદ્રમાં મુંબઇથી નીચેના ભાગે એક સિસ્ટમ આકાર લઇ રહી છે. તે સાયક્લોનનું ફોરમેશન 7મી ઓક્ટોબરની આસપાસ થશે. ફોરમેશન બાદ તેની ડેન્સિટી અને તેની ચોક્કશ દિશા, તાકાત વગેરેનો અંદાજ લગાવી શકાશે. જો તે સિસ્ટમ મજબુત રહેશે તો તેની અસર ગુજરાતના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતાઓ છે. આ સિસ્ટમ વિખરાઇ જાય તો પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાની શક્યતા
Published at : 03 Oct 2018 07:27 PM (IST)
View More





















