Makar Sankranti: પતંગોત્સવના રંગમાં પડ્યો ભંગ, રાજ્યમાં પતંગે ત્રણ જિંદગીનો લીધો ભોગ
Makar Sankranti 2026 : રાજ્યભરમાં લોકો આજે મકરસંક્રાંતિની ઉજવણી પતંગ અને તલસાંકળી ઊંધિયાની લિજ્જત માણી કરી રહ્યાં છે. ત્યારે આ પર્વના રંગમાં ભંગ પાડતી ત્રણ અનિચ્છનિય ઘટના બની છે. જેમાં પતંગના કારણે ત્રણ લોકોએ જિંદગી ગુમાવી છે.

Makar Sankranti 2026 : આજે રાજ્યભરમાં લોકો પતંગ ઉડાવી, તલ સાંકળી અને ઊંધિયાની લિજ્જત સાથે ઊતરાયણ મનાવી રહ્યાં છે. ત્યારે પર્વની મોજમસ્તી વચ્ચે કેટલીક દુ:ખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પતંગના કારણે જ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. અરવલ્લીના બાયડના ચોઇલામાં, મોરબીમાં અમદાવલાદમાં એમ ત્રણેય સ્થળે એક-એક એમ ત્રો લોકોએ જિંદગી ગુમાવી છે.
બાયડમાં પતંગની દોરીએ સગીરનો ભોગ લીધો
અરવલ્લીના બાયડના ચોઈલા ગામમાં પતંગની દોરીએ સગીરનો ભોગ લીધો છે. મોપેડ સવાર 17 વર્ષીય સગીરને ગળાના ભાગે દોરી ભરાતા ગંભીર ઇજા પહોંચી હતી.પતંગની કાતિલ દોરીથી ગળુ કપાતા સગીરનું ઘટનાસ્થળે જ મોત થયું છે. સગીરના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
મોરબીમાં ધાબા પરથી પટકાતા સગીરાનું મોત
મોરબીના રવાપર ઘુનડામાં ધાબા પરથી પટકાતા સગીરાનું મોત થયું છે. મોરબીના રવાપર ઘુનડામાં કસોરા ઈલેવન નામના એપાર્ટમેન્ટમાં 11માં માળેથી પટકાતા સગીરાનું મોત નિપજ્યું છે.દેવાંગી માલાસણા નામની સગીરાના અકસ્માતે મોતથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મોરબી એ ડિવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ખોખરામાં ધાબા પરથી પટકાતા યુવકનું મોત
અમદાવાદના ખોખરામાં ધાબા પરથી પટકાતા યુવકનું મોત થયું છે. યુવક અગાસી પર પતંગ ચગાવવા ચઢ્યો હતો અને આ સમયે તેનો પગ સ્લીપ થઇ જતાં ધાબા પરથી નીચે પડકાતા મોત નિપજયું છે. દૂદકુમાર સરદાર સોમવારે સાંજે નાથાભાઈ એસ્ટેટમાં પતંગ ચગાવવા ગયો હતો, પતંગ ચગાવતી વખતે પગ લપસી જતા નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત દૂદકુમાર સરદારનું સારવાર દરમિયા જ મોત નિપજ્યું છે. ખોખરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ભાવનગરમાં કિશોર ઇજાગ્રસ્ત
ઉત્તરાયણમાં ભાવનગરમાં કાતિલ દોરીથી એક કિશોર ઈજાગ્રસ્ત થયો હતો. ભરતનગર વિસ્તારમાં કિશોરને દોરી વાગતા સારવાર માટે તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટ્યુશન જતા કિશોરના ગળાના ભાગે દોરી લાગી હતી. ઇજા ગંભીર હોવાથી તાત્લાકિલ ઈજાગ્રસ્ત કિશોરને સર ટી હોસ્પિટલ લઇ જવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.
મકર સંક્રાંતિમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચાઇનીઝ દોરીનો પ્રતિબંઘ છે જો કે દર વર્ષે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકો ઝડયાઇ છે. ગીર સોમનાથના તાલાલામાં ચાઈનીઝ દોરી સાથે એકની ધરપકડ કરાઇ છે. તાલાલાના રમરેસી રોડ પર ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હતું. પોલીસે ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક શખ્સને દબોચ્યો છે અને તાલાલા પોલીસે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધ્યો છે.





















