જોધપુરઃ ગુજરાત હાઇકોર્ટના ગુજરાત બહાર રહેવાના આદેશ પછી ઉદેપુર રહેવા ગયેલા હાર્દિક પટેલને સ્થાનિક પોલીસે ઘરમાં નજર કેદ રાખવાના મામલે તેણે રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે હાર્દિકને ઉદેપુર શહેરમાં ફરવાની પરવાનગી આપી છે. આગળ વાંચોઃ તેના ઘર પાસે ઊભી કરાયેલી પોલીસ ચોકી અંગે શું આપ્યો ચુકાદો
2/3
રાજસ્થાન હાઈકોર્ટે હાર્દિક પટેલના ઘરની બહાર ઊભી કરાયેલી પોલીસ ચોકી તેના રક્ષણ માટે ઉભી કરાઇ હોવાનું જણાવી કોર્ટે તે મામલે દખલગીરી કરવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, હાર્દિક પટેલના બંગલામાં ઊભી કરાયેલી પોલીસ ચોકી રક્ષણ માટે છે. તે આવશ્યક જણાય છે.
3/3
નોંધનીય છે કે, પાસ કન્વીનર હાર્દિક પટેલના વકીલ રફીક લોખંડવાલાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરીને ઉદયપુરમાં હાર્દિકના કામચલાઉ ઘરે તેને ગેરકાયદેસર રીતે નજરકેદમાં રાખવાનો રાજસ્થાન પોલીસ સામે આક્ષેપ કર્યો હતો. તેમને માત્ર સોમવારે પોલીસ મથકે હાજરી આપવાની છે. જોકે, હુકમની સ્પષ્ટતા કરતા રાજસ્થાન હાઇકોર્ટે હાર્દિકને ઉદેપુર શહેરમાં તે ઇચ્છે ત્યાં બેરોકટોક ફરી શકે છે. જોકે તેણે ઉદેપુર બહાર જવું હોય તો ગુજરાત હાઇકોર્ટનો આદેશ લેવો પડશે તેવી સ્પષ્ટતા કરી હતી.