શોધખોળ કરો
ભાજપ સરકાર સાથે મંત્રણા કરવા હાર્દિક પટેલ તૈયાર, જાણો શું કહ્યું ?
1/5

વરુણ પટેલે કહ્યું કે, સરકાર જો આયોગની માંગણી સ્વીકારશે તો ચાર મુખ્ય માંગણીમાંથી એક માંગણી પૂરી કરીને સારી શરૂઆત કરી રહી છે તેમ મનાશે. બીજી તરફ એસપીજીના અધ્યક્ષ લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે આમંત્રણ પાઠવાયું નથી પણ પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
2/5

નીતિનભાઇએ એવા સંકેત આપ્યા હતા કે સરકાર આયોગ બનાવવા તૈયાર છે પરંતુ તેનું નામ પાટીદાર હોવું જોઇએ કે સવર્ણ આયોગ તે અંગે પાટીદાર આંદોલનકારી નેતાઓ પણ એકમત નથી. આ બાબતને હકારાત્મક ગણતા હાર્દિક પટેલે એવું જણાવ્યું હતું કે, સરકાર ખરેખર પાટીદાર સમાજ માટે શું કરવા માંગે છે તે સમજવા પણ અમે સરકાર સાથે મિટિંગ કરવા માટે તૈયાર છીએ.
Published at : 17 May 2017 01:01 PM (IST)
Tags :
Hardik PatelView More























