ગુજરાતની સીઆઈડી પોલીસની એક ટીમ વિનય શાહને લેવા માટે નેપાળ ખાતે રવાના થઈ ગઈ છે. પોલીસે વિનય શાહની પત્ની ભાર્ગવી શાહની પણ શોધખોળ કરી રહી છે. એકના ડબલ કરવાની લાલચ આપીને લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ભેરવી ભાગી છૂટેલા વિનય શાહે નેપાળની હોટલમાં ધમાલ મચાવી હોવાનું જાણવા મળ્યું હતું.
2/4
વિનય શાહ અમદાવાદમાં એકના ડબલ કરવાની લોભામણી લાલચ આપીને લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવીને ગુજરાત પોલીસને થાપ આપીને ભાગી ગયો હતો અને નેપાળમાં છૂપાયો હતો. જોકે નેપાળ પોલીસે વિનય અને તેની સ્ત્રી મિત્રને ઝડપી પાડ્યા હતાં.
3/4
મળતી માહિતી પ્રમાણે, રંગીન મિજાજના વિનય શાહ હોટલના બિયર બારમાં લોકોના ચાઉ કરેલા રૂપિયા છૂટા હાથે ઉડાવતો હતો. જોકે બિયર બારમાં કોઈ વાતને લઈને બોલાચાલી થતાં વિનય શાહે ધમાલ મચાવી હતી જેથી હોટલના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. તે અંગે પણ તપાસ થઇ રહી છે.
4/4
અમદાવાદ: કરોડોનું કૌભાંડ આચરનારો વિનય શાહ અને તેની સ્ત્રી મિત્ર નેપાળના કાઠમંડુ ખાતે પોલીસના હાથે ઝડપાયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં કરોડોનું ફૂલેકુ ફેરવીને ગુજરાત પોલીસને થાપ આપીને વિનય શાહ નેપાળમાં 10 નવેમ્બરથી છૂપાયો હતો. નેપાળ પોલીસે તેની પાસેથી રૂપિયા 31 લાખના ડોલર, યુરો સહિતની કરન્સી કબજે કરી છે.