શોધખોળ કરો
કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં સાગર-રીમાની સાથે આ અમદાવાદી યુવક પણ છે માસ્ટરમાઇન્ડ
1/6

આ કોલ સેન્ટર દ્વારા અમેરિકામાં લોકોને ફોન કરીને ટેક્સ રિવિઝનના નામે લાખો રૂપિયા જેટલી રકમ ઉપાડી લેવાતી હતી. પોલિસીના નામથી લોકોના એકાઉન્ટની ખાનગી માહિતી એકત્ર કરીને તેમાંથી રકમ ઉપાડી લેવાનું કામ આ કોલ સેન્ટર્સમાથી ચાલી રહ્યું હતું.
2/6

આ કૌભાંડમાં 6400 જેટલા અમેરિકન નાગરિકોને ધમકાવીને પૈસા પડાવવામાં આવ્યા હતા. સાગરે પોતાના મિત્રો સાથે મળીને અમદાવાદ , મુંબઇ ઉપરાંત બેંગાલુરુમાં પણ કોલ સેંટર શરુ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ સંબંધમાં અમેરિકન એજન્સીઓ મુંબઇ અને અમદાવાદમાં તપાસ માટે આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં પણ 500થી વધુ કોલ સેન્ટર ચાલતા હોવાનું પણ ખુલ્યુ હતું. શહેરના સેટેલાઈટ, એસજી હાઈવે, પ્રહલાદ નગર, સીજી રોડ અને નવરંગપુરામાં આ કોલ સેન્ટરો આવેલા હોય તેવી સંભાવના છે.
Published at : 12 Oct 2016 07:36 PM (IST)
Tags :
Sagar ThakkerView More





















