અમદાવાદ: અબજો રૂપિયાના કોલ સેન્ટર રેકેટનો માસ્ટર માઈન્ડ સાગર ઠક્કર હોવાનું બહાર આવ્યું છે પણ આ કૌભાંડમાં તેની બહેન રીમા ઠક્કરની ભૂમિકા પણ મહત્વની હતી એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રીમા ઠક્કર પડદા પાછળ રહીને તેના ભાઈને માર્ગદર્શન આપતી અને બધો નાણાંકીય વહીવટ તે જ સંભાળતી હતી.
2/4
સાગરના કોલ સેન્ટર દ્વારા અમેરિકામાં જેમને ધમકાવવામાં આવતા એ બધાં નાણાં અમેરિકાથી હવાલા કૌભાંડ મારફતે ભારત આવતા હતા. સાગરની બહેન રીમા હવાલા ઓપરેટરો સાથે સંપર્કમાં હતી અને હવાલા મારફતે રૂપિયા મંગાવતી. આ રૂપિયા ક્યાં રાખવા તેનો નિર્ણય પણ રીમા જ લેતી હતી.
3/4
રોજની એક કરોડ રૂપિયાની ધીકતી કમાણી કરતા આ કોલ સેન્ટર રેકેટની સાથે બીજું હવાલા કૌભાંડ પણ જોડાયેલું વિગતો બહાર આવી છે. રીમા ઠક્કર મુંબઈમાં વસઈમાં જ રહે છે અને લવમેરેજ કર્યાં છે. તેના પતિ વિશે બહુ માહિતી નથી મળી પણ તે પોતે સાગરના કૌભાંડમાં સાથે રહીને જ કામ કરતી તેવું બહાર આવ્યું છે.
4/4
રીમાની વય ત્રીસેક વર્ષ હોવાનું કહેવાય છે. રીમા પોતે વારંવાર વિદેશ જતી રહેતી ને એ રીતે હવાલા ઓપરેટરો સાથે સંપર્કમાં રહેતી હતી. મુંબઈ અને અમદાવાદ ઉપરાંત વડોદરા, ભૂજ, દિલ્હી અને સુરતમાં પણ તેણે પોતાનું હવાલા નેટવર્ક વિસ્તાર્યું હતું. આ નેટવર્કની મદદથી કરોડો રૂપિયાની કાળી કમાણી કરાતી હતી.