અમદાવાદ: પાસ કન્વિનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. જેમ જેમ ઉપવાસના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ હાર્દિકના સમર્થનમાં લોકો આવી રહ્યા છે ત્યારે ભાજપના બે દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલના સમર્થનમાં આવ્યા છે. જેમાં દિગ્ગજ નેતા અને સાસંદ શત્રુધ્નસિંહા અને યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જાય તેવી શક્યતા છે.
2/4
ઉલ્લેખનિય છે કે હાર્દિકે મેડિકલ ચેકઅપની ના પાડી દીધી હતી. સોલા સિવિલની ટીમ મનીષા પંચાલની આગેવાનીમાં ગઈ હતી પરંતું તેણે કોઈ જાતના ટેસ્ટ કરવાની ના પડતા આખરે ટીમ સિવિલ પરત ફરી હતી.
3/4
ઉપવાસી હાર્દિકની સ્થિતિ કથળી રહી છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈને આખરે સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ તહેનાત રાખવાનો નિર્ણય લીધો છે. તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.
4/4
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. હાર્દિકની તબિયત બગડતી જાય છે તેને ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય કર્યો છે કે, હાર્દિકના નિવાસ છત્રપતિ નિવાસે એક આઈસીયુ ઓન વ્હિલ 24 કલાક હાજર રહેશે.