હાર્દિક પટેલે કહ્યુ હતુ કે, 'રાજસ્થાનમાં આરામ થઈ શકશે એવું માનનારાઓ ભૂલ કરે છે. ઉદયપુર જઈને હું તરત જ ગુર્જર અને જાટ જ્ઞાતિના વડીલો સાથે મીટીંગ કરીને આંદોલનને દેશવ્યાપી બનાવવામાં લાગવાનો છું. મને ૬ મહિના ગુજરાત બહાર મોકલવાના કોર્ટના આદેશમાં ભગવાનનો સંકેત છે કે આ કામને હું ગુજરાત બહાર પણ આગળ વધારૂ.'
2/3
હાર્દિકે ફક્ત 48 કલાકમાં ૧૮૯૫ કિલોમીટરનું ટ્રાવેલિંગ કરી રેકોર્ડ બનાવી દીધો છે. હાર્દિકે માત્ર સાડા ત્રણ કલાક જેટલો સમય જ ઘર કે મંદિર જેવી જગ્યાએ એટલે કે ટ્રાવેલિંગ વિનાનો પસાર કર્યો હતો. હાર્દિક પટેલની ઇચ્છા તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગજરાતના સુરતથી વલસાડ સુધીના વિસ્તારોમાં ફરવાની પણ હતી, પરંતું સમયના અભાવે તેમ કરી શક્યો નહોતો.
3/3
અમદાવાદઃ છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાના કોર્ટના આદેશ બાદ જેલમાંથી છૂટ્યાના 48 કલાકમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે ગુજરાત છોડી દીધું છે અને હાલમાં ઉદેપુર પહોંચ્યો છે. 15,જૂલાઇના રોજ જેલમાંથી છૂટ્યાના 48 કલાકમાં હાર્દિક પટેલે લગભગ અડધા ગુજરાતની સફર કરી પાટીદાર અનામત આંદોલનને ફરીથી વેગ આપ્યો છે.