અમદાવાદના શિલજમાં ગુજરાત ઠાકોર સમાજની અનામત સમિતિની ચિંતન શિબિર મળી હતી. આ શિબિરમાં ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ઓબીસી માટેની 27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ ઠાકોર સમાજને મળે તે માટે ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
2/4
ઠાકોર સમાજે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની 27 ટકા અનામતમાંથી 15 ટકા અનામત ઠાકોર સમાજને અપાય એ માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે. આ રજૂઆત પર ધ્યાન ના અપાય તો ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી અપાઈ છે.
3/4
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે પાટીદારોને અનામત અપાવવા માટે 25 ઓગસ્ટથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે ત્યારે હવે ઠાકોર સમાજ પણ મેદાનમાં આવ્યો છે. ઠાકોર સમાજે અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતમાંથી મોટો હિસ્સો પોતાને મળે તેવી માગ કરી છે.
4/4
આ વિચારણા પછી નિર્ણય લેવાયો હતો કે, આ મામલે ઠાકોર સમાજ સરકારને પત્ર લખીને રજૂઆત કરશે. સરકાર આ અંગે ગંભીરતાથી ના વિચારે તો ઉગ્ર આંદોલન કરવાની વિચારણા પણ કરાઈ હતી. ઠાકોર સમાજે 2007માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.