હાલ અમદાવાદનું તાપમાન 11.2 ડિગ્રી છે. ડીસામાં 9.2 ડીગ્રી અને નલિયામાં 9.4 ડિગ્રી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
2/4
પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડા પવનનું જોર ઘટશે. જેના કારણે બે દિવસ ઠંડકમાં ઘટાડો નોંધાશે અને 17 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં પણ 10 ડિગ્રીની નીચે પારો જવાની શક્યતા છે.
3/4
શનિવારે 11.2 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનું સૌથી ઓછું લઘુતમ તાપમાન નોંધાયું હતું. અફઘાનિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેના કારણે ઠંડા પવનનું જોર વધ્યું છે.
4/4
અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બે દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટશે અને 18થી 22 ડિસેમ્બર વચ્ચે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની પણ શક્યતા હવામાન વિભાગે કરી છે.