શોધખોળ કરો
અમદાવાદ પોલીસ કમિશ્નરનો સપાટો, બે PSIને કરી દીધા સસ્પેન્ડ, જાણો શું છે કારણ?
1/6

આથી અશોક યાદવે દરિયાપુર પોલીસને અંધારામાં રાખીને ૧૫ સપ્ટેમ્બરના રોજ પોતાની ટીમને રેઈડ કરવા મોકલી હતી. જેમાં જુગારનો અડ્ડો ચાલુ હોવાનું બહાર આવ્યું હતું. અશોક યાદવના જણાવ્યા મુજબ આ બનાવમાં બન્ને પી.એસ.આઈ. રાણા અને રાઊલને સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. ઊપરાંત સમગ્ર ડીસ્ટાફનું પણ વિસર્જન કરી નાંખવામાં આવ્યું છે. તે સિવાય દરિયાપુર સીનીયર પી.આઈ. સામે ખાતાકીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
2/6

જ્યારે આ બન્ને પીએસઆઇ ઘટનાસ્થળે રેઇડ કરવા ગયા ત્યારે ત્યાંથી ફક્ત પાણીના પાઊચ અને બીડીના ઠુંઠા સિવાય કંઈ હાથ લાગ્યું ન હતું. આનું પંચનામુ કરીને તેમણે રિપોર્ટ યાદવને મોકલ્યો હતો. દરમિયાન આ અંગે માહિતી આપનારે યાદવને જણાવ્યું હતું કે રેઈડની માહિતી લીક થઈ ગઈ હતી.
Published at : 17 Sep 2018 11:54 AM (IST)
View More





















