શોધખોળ કરો
ટ્વિટર પર ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને લઈને CM રૂપાણી-રાહુલ ગાંધી વચ્ચે થયું વોર? જાણો શું છે વિગત

1/4

આ ટ્વિટ સાથે સીએમ રૂપાણીએ એક લિંક પણ શેર કરી છે. અન્ય એક ટ્વિટમાં રૂપાણીએ રાહુલ ગાંધીને લખ્યું હતું કે, તમારા ટ્વિટની ભાષા જણાવે છે કે તમે ગુજરાતમાં પરાજય મેળવ્યા બાદ કેટલાં હતાશ છો અને ગુજરાતી લોકો રાજ્ય પ્રત્યેની તમારી નફરતને સમજે છે અને આ કારણે સતત તમારી સરકારને નકારવામાં આવે છે.
2/4

રાહુલ ગાંધીનાં આ ટ્વિટ બાદ બીજેપી સમર્થકો તેમની આલોચના કરી રહ્યા છે તો મોડી રાત્રે આ સોશિયલ મીડિયા વોરમાં સીએમ રૂપાણી પણ કૂદી પડ્યા હતા. સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધીનાં ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું કે, રાહુલ ગાંધી તમે જૂઠ્ઠુ બોલનારા વ્યક્તિ છો. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાતમાં વધારે દેશો સામેલ થવા જઈ રહ્યા છે જેના આંકડા અહીં છે.
3/4

રાહુલ ગાંધીએ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કરવામાં આવતી વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ પર પ્રશ્નો ઉભા કર્યાં હતા. આ અંગે ટ્વિટ કરતા રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી નારાજ રોકાણકારો હવે પીએમની અધ્યક્ષતામાં થનારા આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છતા નથી અને તેમણે તેમાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે.
4/4

અમદાવાદ: ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં ત્યાર બાદ ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ રાહુલની ઝાટકણી કાઢી હતી. રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યોને ખોટા ગણાવતાં વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને ‘જૂઠનું મશીન’ ગણાવ્યા હતાં. વિજય રૂપાણીએ ‘વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ને સફળ દર્શાવતાં કેટલાંક આંકડાઓ પણ રજૂ કર્યાં છે તો બીજી તરફ બીજેપી સમર્થકો પણ રાહુલ ગાંધીની આલોચના કરવામાં આવી હતી.
Published at : 31 Dec 2018 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
