શોધખોળ કરો
13,680 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર ગુજરાતી બિઝનેસમેનનું નામ જાહેર, કોણ છે આ મહેશ શાહ ? જાણો
1/6

આ કાળું નાણું જાહેર કરનાર અમદાવાદનો ઉદ્યોગપતિ મહેશ શાહ છે. જોધપુર ચાર રસ્તા પાસે રહેતા મહેશ શાહ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરે છે. મહેશ શાહે આટલું કાળુ નાણું જાહેર કરતાં આવકવેરા અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. દેશના કુલ જાહેર કાળા નાણામાં 20 ટકા હિસ્સો એક જ માણસનો હતો.
2/6

આવકવેરા વિભાગે મહેશ શાહને ઝડપી લેવા માટે આપાજી અમીનની ઓફિસમાં દરોડા પાડ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી આ કામગીરી ચાલુ છે. આવકવેરા વિભાગે અમદાવાદ અને રાજકોટમાં મહેશ શાહની મનાતી ટ્રાવેલ એજન્સીઓ પર પણ દરોડા પાડ્યા છે. આપાજી અમીન કંપનીના માલિક તેહમ્યુલ શેઠના છે.
Published at : 02 Dec 2016 09:39 AM (IST)
View More





















