શોધખોળ કરો

Griha Pravesh 2024 Muhurat: ફેબ્રુઆરીમાં ગૃહ પ્રવેશ માટે 6 દિવસ છે બેહદ શુભ, જાણો તારીખ અને અને શુભમુહૂર્ત

Griha Pravesh 2024 Muhurat: સપનાના ઘરમાં શુભ સમયે પ્રવેશ કરવાથી જીવનભર સુખ અને સમૃદ્ધિ બની રહે છે. અહીં જાણો વર્ષ 2024માં હાઉસ વોર્મિંગ માટેનો શુભ સમય ક્યો છે.

Griha Pravesh 2024 Muhurat:તમારું પોતાનું ઘર ખરીદવું એ એક મોટી સિદ્ધિ છે. ઘરને મંદિર કહેવામાં આવે છે, તેથી હિન્દુ ધર્મમાં ઘરમાં ગૃહ પ્રવેશ સમયે  પૂજા કરવામાં આવે છે. શુભ સમયે કરવામાં આવેલ ગૃહપ્રવેશ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

જો તમે પણ આ વર્ષે તમારા સપનાના ઘરમાં રહેવા જવાનું  વિચારી રહ્યા છો, તો ઘર પ્રવેશ  માટેનો શુભ સમય, નિયમો, જાણી લો.

ગૃહપ્રવેશમાં શુભ સમયનું મહત્વ (ગૃહ પ્રવેશ મહત્વ)

હાઉસવોર્મિંગ એ વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ અને યાદગાર પ્રસંગ છે. મૂલ્યવાન મકાન ખરીદવાની તમારી ઈચ્છા સાકાર થયા બાદ શુભ મુહૂર્તમાં ગ્રહ પ્રવેશનું વિધાન છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ દિવસ, શુભ સમય, તિથિ અને નક્ષત્રને ધ્યાનમાં રાખીને ઘરમાં પ્રવેશ કરવાથી લાંબા સમય સુધી સકારાત્મક ઉર્જા રહે છે. પૂજા પાઠ કર્યા પછી ઘરમાં પ્રવેશ કરવાથી તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. પરિવારમાં સુખ રહે છે.મે થી ડિસેમ્બર સુધી કોઈ ગૃહ પ્રવેશ મુહૂર્ત નથી.

પંચાંગ અનુસાર, 17મી જુલાઈ 2024ના રોજ દેવશયની એકાદશીથી ચાતુર્માસ શરૂ થશે, જે 12મી નવેમ્બર 2024ના રોજ દેવશયની એકાદશીના રોજ સમાપ્ત થશે. ચાતુર્માસના ચાર મહિનામાં, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં ગૃહપ્રવેશ ન કરવો જોઈએ, આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ છે. મે, જૂન, નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ ગૃહપ્રવેશ માટે કોઈ શુભ સમય નથી.

ફેબ્રુઆરીના શુભ મૂહૂર્ત ક્યાં છે

12 ફેબ્રુઆરી 2024 સોમવાર બપોરે 02.54 થી 05.44 કલાકે તૃતીયા ઉત્તર ભાદ્રપદ

14 ફેબ્રુઆરી 2024 બુધવાર સવારે 07.01 - સવારે 10.43 પંચમી રેવતી

19 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 06.57 - સવારે 10.33 દશમી, એકાદશી મૃગાશીરા

26 ફેબ્રુઆરી 2024 સોમવાર સવારે 06.50 - સવારે 04.31, 27 ફેબ્રુઆરી દ્વિતિયા, તૃતીયા ઉત્તરા ફાલ્ગુની

28 ફેબ્રુઆરી 2024 બુધવાર 04.18 am- 06.47 am, 29 ફેબ્રુઆરી પંચમી ચિત્ર

29 ફેબ્રુઆરી 2024 ગુરુવાર સવારે 06.47 - સવારે 10.22 પંચમી ચિત્ર

ગૃહ પ્રવેશની પૂજા વિધિ

શાસ્ત્રો અનુસાર, ગૃહસ્થ પૂજા ફક્ત શુભ સમયે જ શરૂ અને સમાપ્ત થવી જોઈએ.

 ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રાર્થના કરો. ઘરના મુખ્ય દ્રારે આસોપાવના પાન અચૂક બાંધો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં પૂજા કરો. પૂજા સ્થાન પર અનાજથી નવગ્રહ કરો.

સૌ પ્રથમ ગણપતિની પૂજા કરો અને પછી પતિ-પત્નીએ સાથે મળીને નવગ્રહ, દાસો દિગપાલ, રક્ષાપાલ, ગ્રામ દેવતા, સ્થાન દેવતા વગેરેને યોગ્ય સ્થાન આપીને પૂજા કરવી જોઈએ.

મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ પાણીથી ભરેલા ઘડા પર દીવા પ્રગટાવની રાખો.વિવાહિત મહિલાઓ સાથે કન્યા અને ગાયની પૂજા કર્યા બાદ પહેલા જમણો પગ ઘરમાં રાખો.

મુખ્ય દરવાજા પર સ્વસ્તિક લગાવો, આ પછી સૌથી પહેલા રસોડાની પૂજા કરો.

આ દિવસે રસોડામાં દૂધ ઉકાળવું અથવા દૂધ સંબંધિત વાનગીઓ બનાવવી શુભ માનવામાં આવે છે.ઉપરાંત ખીર કે લાપસી પણ બનાવી શકો છો.

હવે સત્યનારાયણ વ્રત કથા ચોક્કસ સાંભળો. પછી બ્રાહ્મણોને ભોજન પીરસો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
Rain: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, ઉત્તરથી દક્ષિણ સુધીના આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Rain: પ્રથમ વરસાદમાં જ ધરોઇ ડેમની જળસપાટી વધી, પાણીની આવક 600.67 ફૂટ સુધી પહોંચી, તસવીર
Embed widget