Garud Puran: વ્યક્તિના મોત બાદ તેનો પુન:જન્મ આખરે કેટલા સમય બાદ થાય છે? જાણો શું છે Rebirthનું રહસ્ય
સવાલ એ પણ થાય છે કે, શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.
Garud Puran:મૃત્યુ બાદ જીવનું શું થાય છે, ફરી જીવન ક્યારે મળે છે આવા અનેક સવાલો છે. જે કુતુહલ જગાડે છે. ગુરૂડ પુરાણમાં આ દરેક સવાલના જવાબ છે. રાજકોટના જાણીતા જ્યોતિષાચાર્યે તેને સરળ સમજાવાની કોશિષ કરી છે. જો જાણીએ આખરે પુન:જન્મની થિયોરી શું છે અને તે કેવી રીતે નકકી થાય છે.
મૃત્યુ બાદ પુન:જન્મ ક્યારે થાય છે?
દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે,પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લઇ શકે છે. આ પ્રકારનું વિધાન ગુરૂડ પુરાણમાં છે.દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે. જીવ અંડકોષના મિલન દરમ્યાન 4-5માંમહીને અથવા, પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.
આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે, જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય.તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે. દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.અને, જીવ એ રીતે વર્તન કરે છે કે,જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો. દરેક જીવ દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે..તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ
ગ્રહો તથા ભગવાન ને આપે છે. આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે,આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ સારી અથવા વિષમ તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલું હોય છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે.
આપણા જીવન રૂપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ. એક વાત ધ્યાનમાં રાખો કે, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે, જે રોલ આપણે લખ્યો છે તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ ?
મોત બાદનું કર્મકાંડ ક્રિયાકર્મ કેમ જરૂરી?
સવાલ એ પણ થાય છે કે, શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે. ઘણી વાર એવું પણ બને છે કે,જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય,અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય અથવો તો આપઘાત કર્યો હોય, ઉપરાંત કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે.આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.
પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ 12 દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે. ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી.પૃથ્વી ઉપર 'પ્રેત-યોની' માં અધવચ્ચે રહી જાય છે. આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું. આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે,જેથી સદ્ગગત્ આત્માની 'ગતિ' થાય.અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે, અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી. આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે.
અને તેઓની ગતિ થતી નથી. દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ગગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા કરવી નહીં. જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં. કેમ કે,આત્માનુ કદી મૃત્યુ નથી થતું,સમય આવતાં આપણે સ્વજનોને મળવાનાં જ છીએ.
-જ્યોતિષાચાર્ય તુષાર જોશી