શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ પાંચ રાશિની કુંડલીમાં હોય છે લવ મેરેજનો યોગ, અરેન્જ મેરેજથી ભાગે છે દૂર, મરજી મુજબ જ કરે છે પસંદગી
હિન્દુ પરંપરામાં કુંડલીનું મહત્વ ઘણું છે. લગ્ન પહેલા પણ કુંડલી જોવાની પરંપરા છે. જો કે લવ મેરેજ કરનાર કુંડલી જોવાનું ટાળે છે પરંતુ જન્માક્ષર પરથી જાણી શકાય છે કે અરેન્જ મેરેજ થશે કે લવ મેરેજ, આવો જાણીએ 12 રાશિમાંથી એવી કઇ રાશિ છે જેમાં લવ મેરેજના યોગ હોય છે.
ભારતીય પરંપરા મુજબ લગ્ન પહેલા યુવક-યુવતીની કુંડલી મેળવવાનો રિવાજ છે. જો કે કેટલાક લોકો કુંડલીની આ પરંપરાને મહત્વ નથી આપતા. ખાસ કરીને જ્યારે વાત લવ મેરેજની હોય તો કુંડલીને પ્રાધાન્ય નથી અપાતું. જો કે જન્મના ગ્રહથી કેટલુંક જાણી પણ શકાય છે. તો આવો જાણીએ કે કઇ રાશિના લોકોમાં લવ મેરેજના યોગ હોય છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતક ખૂબ જ ભાવુક હોય છે. મેષ રાશિની વ્યક્તિ જેને પ્રેમ કરે છે. તેના પર જ ભરોસો કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે. મોટાભાગે મેષ રાશિના લોકો તેમને નજીકના મિત્ર કે ગ્રૂપના કોઇ મેમ્બર્સ સાથે લગ્ન કરે છે.
વૃષભ રાશિ
આ રાશિની વ્યક્તિ દ્રઢ નિશ્ચયી હોય છે. વૃષભ રાશિના લોકો મહેનતુ હોય છે. આ રાશિના લોકોને બહુ ઓછી વસ્તુઓ જલ્દી પસંદ આવે છે. વૃષભ રાશિના લોકો સ્વભાવે જિદ્દી હોય છે. આ રાશિના લોકો તેમની પસંદગીના પાત્ર સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતક તેમના સરળ સ્વભાવથી કોઇનું પણ દિલ જીતી લે છે. આ રાશિના લોકો તેમના મિત્રો સાથે એટલા વફાદાર નથી હોતો પરંતુ જ્યારે વાત લગ્નની આવે તો તેમની પસંદગી મુજબ જ લગ્ન કરે છે. મિથુન રાશિના જાતક એવી વ્યક્તિને પસંદ કરવા ઇચ્છે છે, જે તેમના નખરા ઉઠાવી શકે. જેથી આવી વ્યક્તિ જાણીતી વ્યકિત સાથે જીવન પસાર કરવાનું પસંદ કરે છે.
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો ખૂબ જ વફાદાર હોય છે. જે કોઇ પણ સ્થિતિમાં પાર્ટનરનો સાથ નથી જોડતા.આ રાશિના લોકો અરેન્જ મેરેજથી દૂર ભાગે છે. ધનુ રાશિના લોકો મોટાભાગે લવ મેરેજ કરવાનું જ પસંદ કરે છે.
મકર રાશિ
મકર રાશિના લોકો તેમની પસંદગી મુદ્દે ક્યારેય બાંધછોડ નથી કરતા. તેથી જ મકર રાશિના લોકો પ્રેમ વિવાહ કરવાનું પસંદ કરે છે. આ રાશિના જાતક જેને પ્રેમ કરે છે. તેમને પણ જો સામેથી પ્રેમભર્યો પ્રતિસાદ મળી જાય તો તેમને માટે આ સપના પૂરૂ થવાથી કમ નથી હોતું. . તે કોઇ પણ કિંમતે પ્રેમના સંબંધોને નિભાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion