શોધખોળ કરો

અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં જિતેન્દ્રિયપ્રિયદાસજીને વિશિષ્ટ પદવીથી સન્માનિત કરાયા

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ - વિશ્વશાંતિ મહોત્સવ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવમાં સંત-વિદ્વત સંમેલન યોજાયું હતું.

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ - વિશ્વશાંતિ મહોત્સવ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવમાં સંત-વિદ્વત સંમેલન યોજાયું હતું. જેમાં મઠાધીશો, મહંતો, વિદ્વાનો, ધર્માચાર્યો પધાર્યા હતા. અખિલ ભારત સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી મહારાજે કે જેમાં ભારતના 127 સંપ્રદાયો જોડાયેલ છે, એવા બધાની સંમતિથી શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજને સંત સંમેલન - ઉપસ્થિત ધર્માચાર્યો - વિદ્વાનોની ઉપસ્થિતિમાં "જ્ઞાનમહોદધિ"ની પદવીથી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યું હતા.

આ પ્રસંગે ભારત સંત સમિતિના અધ્યક્ષ શ્રી અવિચલદાસજી સ્વામીજી મહારાજે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાને 220 વર્ષના ઇતિહાસમાં ખૂબ જ પ્રગતિ કરી છે. સંતોની સુવર્ણ તુલા તો સાંભળી છે પરંતુ પ્લેટીનમ તુલા થઈ હોય તેવું કદી સાંભળ્યું નથી. સાંભળી હોય તો તે ફકત એક જ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જ થઈ છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં સંતોની સામ્યતા, સમર્પણભાવ, જે અદ્વીતિય છે.  સંસ્થાનની કાર્ય રચના આદરણીય અને અનુકરણીયતાનું સોપાન છે. શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ ક્રાંતિકારી સંત હતા કે જેઓએ હિંમતપૂર્વક કાર્ય કરી વટવૃક્ષ ઊભું કર્યું છે. પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સાથે પણ અમારો ખૂબ જ આત્મિયતાનો નાતો રહ્યો છે.

મહોત્સવમાં સંત સંમેલનમાં પધારેલા જગન્નાથ મંદિર, ગૌ સંત સેવી મહામંડલેશ્વર જગદીશ પીઠાધીશ્વર મહંત દિલીપદાસજી મહારાજ, હરિદ્વારથી યોગાચાર્ય સ્વામી શ્રી ડો.અખિલેશજી મહારાજ, દિલ્હી યુનાઈટેડ નેશન શાંતિદૂત સ્વામી વિશ્વઆનંદ, માઈ મંદિર બાલેન્દુ ભગવતી કેશવ ભવાની મહારાજ, વારાણસીથી કાશી ગૂર્જર વિદ્વતપરિષદ તથા ગુજરાત સમાજ અધ્યક્ષ શાસ્ત્રી શ્રી અનિલભાઈ વગેરે મહંતશ્રીઓ પધાર્યા હતા. મહોત્સવમાં ઈન્કમટેક્ષ કમિશ્નર એકઝામિશન  રીતેશ પરમાર IRS પણ ખાસ પધાર્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી રૂપિયા દોઢ કરોડનું કે.કે. હોસ્પિટલ, ભૂજને દાન કરાયું હતું તથા રૂપિયા પચાસ લાખનું દાન ભાદરવા ગામ કેળવણી મંડળને કરાયું હતું.
અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં જિતેન્દ્રિયપ્રિયદાસજીને વિશિષ્ટ પદવીથી સન્માનિત કરાયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર

સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....

સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ABP Premium

વિડિઓઝ

Gujarat Ministry | Gujarat BJP | સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારને લઈ બાવળિયાનું મોટું નિવેદનAhmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil Price

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે બુલેટીન કર્યું જાહેર
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સંગઠનમાં સંભવિત ફેરફાર મુદ્દે કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન, કહ્યું - સી.આર પાટીલ બન્ને જવાબદારીઓ....
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
સાળંગપુર કારોબારી બેઠકમાં સી.આર. પાટીલની મોટી જાહેરાત, કહ્યું – મારો કાર્યકાળ પૂર્ણ થયો અને હવે...
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Rain Update: બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં  મનમૂકી વરસ્યાં મેઘરાજા

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

આટલા વર્ષ સુધી રહેવા પર ભાડૂઆત મિલકત પર જમાવી લેશે કબજો? જાણો શું છે નિયમ

Embed widget