શોધખોળ કરો
શું તમે પણ દિવસે ઉંઘો છો તો થઈ જાવ સાવધાન ! આયુષ્ય થશે ઓછું અને આવશે અનેક સમસ્યાઓ
Religion and Health: શરીરને સ્વસ્થ રાખવા માટે ઉંઘવું જરૂરી છે.

(પ્રતીકાત્મક તસવીર)
Sleeping problems during the day: જે રીતે વ્યક્તિના આહાર-વિહાર માટે આપણા ધર્મમાં એક નિશ્ચિત નિયમો બનાવાયા છે તેવી રીતે ઉંઘવા માટેના નિયમો પણ બનાવ્યા છે. જે મુજબ વ્યક્તિએ ક્યારેય દિવસના સમયે ઉંઘવું ન જોઈએ. કારણકે દિવસે ઉંઘવાથી દેવી-દેવતાઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે, આ ઉપરાંત અનેક બીમારી પણ શકે છે. આવો જાણીએ કયા સમયે ઉંઘવાથી વ્યક્તિને નુકસાન ઉઠાવવું પડી શકે છે.
- શાસ્ત્રોમાં દિવસે ઉંઘવું વર્જિત માનવામાં આવ્યું છે ત્યારે જેઠ મહિનામાં બપોરનો સમય એવો પણ હોય છે કે તેમાં ઉંઘી શકાય છે. દિવસે ઉંઘવાથી શરીરમાં રોગ થાય છે અને ઉંમર પણ ઘટે છે. તેમ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ જે લોકો બીમાર હોય તેમણે જ દિવસે ઉંઘવું જોઈએ.
- આયુર્વેદ મુજબ દિવસે ઉંઘવાથી મેદસ્વીતા જેવી અનેક બીમારીઓ થાય છે અને શરદી થવાનો ખતરો પણ વધી જાય છે.
- બ્રહ્મવૈવર્તપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્તન સમયે સૂતા રહેતા વ્યક્તિ રોગી અને દરિદ્ર થઈ જાય છે.
- ધર્મશાસ્ત્રો મુજબ, સવારે મોડે સુધી ઉંઘનારાથી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે. ઉપરાંત આવા લોકો હંમેશા માનસિક તાણનો સામનો કરે છે.
- શાસ્ત્રો પ્રમાણે વ્યક્તિએ સૂર્યાસ્તના 3 કલાક બાદ જ ઉંઘવું જોઈએ.
- સૂર્યાસ્તના સમયે ક્યારેય ન ઉંઘવું જોઈએ. કારણકે સૂર્યાસ્ત સમયે દેવી-દેવતાઓનું પૂજન થાય છે. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે ઉંઘવાથી કોઈપણ કાર્યમાં જલદી સફળતા મળતી નથી.
- શાસ્ત્રો પ્રમાણે પૂરી રીતે સ્વસ્થ વ્યક્તિ જો દિવસે ઉંઘે તો તેને ધન સંબંધિત અને પેટના પાટન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
વધુ વાંચો




















