August 2024: ઓગસ્ટમાં આવશે અનેક મોટા તહેવાર, જાણો રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધીની તારીખ
August 2024 Vrat Tyohar List: આ ઓગસ્ટ મહિનામાં ઘણા મોટા તહેવારો આવવાના છે. હરિયાળી તીજ, નાગ પંચમી, રક્ષાબંધન ઉપરાંત કૃષ્ણ જન્માષ્ટમી જેવા અનેક મોટા તહેવારો પણ આ મહિનામાં આવવાના છે. આ ઉપરાંત આ મહિનામાં કેટલાક ગોચર પણ થવાના છે.
August 2024 Vrat Tahevar List: વર્ષનો આઠમો મહિનો, ઓગસ્ટ, શરૂ થઈ ચૂક્યો છે. આ ઓગસ્ટ મહિનામાં ઘણા મોટા અને ખાસ તહેવારો આવવાના છે. હરિયાળી તીજ, નાગ પંચમી, રક્ષાબંધન ઉપરાંત કૃષ્ણ જન્માષ્ટમી જેવા અનેક મોટા તહેવારો આ મહિનામાં આવશે. તે જ સમયે, ઓગસ્ટ મહિનામાં ઘણા મોટા ગ્રહોનું ગોચર થશે, જે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારોની સંપૂર્ણ યાદી. તમને જણાવી દઈએ કે, ઉતત્ર ભારતમાં 22 જુલાઈથી શ્રાવણ મહિનો શરુ થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરુ થશે અને 3 સપ્ટેમ્બરે સમાપ્ત થશે.
ઓગસ્ટ 2024 વ્રત ત્યોહાર યાદી (August 2024 Vrat Tahevar List)
- 01 ઓગસ્ટ 2024, ગુરુવાર - પ્રદોષ વ્રત
- 02 ઓગસ્ટ 2024, શુક્રવાર - શ્રાવણ શિવરાત્રી
- 04 ઓગસ્ટ 2024, રવિવાર - હરિયાળી અમાવસ્યા
- 05 ઓગસ્ટ 2024, સોમવાર - ત્રીજો શ્રાવણ સોમવાર વ્રત (ઉત્તર ભારત)
- 6 ઓગસ્ટ 2020, મંગળવાર- ત્રીજું મંગળા ગૌરી વ્રત
- 07 ઓગસ્ટ 2024, બુધવાર- હરિયાળી તીજ
- 08 ઓગસ્ટ 2024, ગુરુવાર- વિનાયક ચતુર્થી
- 09 ઓગસ્ટ 2024, શુક્રવાર- નાગ પંચમી
- 10 ઓગસ્ટ 2024, શનિવાર- કલ્કિ જયંતિ
- 11 ઓગસ્ટ 2024, રવિવાર- ભાનુ સતમ
- 12 ઓગસ્ટ 2024, સોમવાર- ચોથો શ્રાવણ સોમવાર વ્રત
- 13 ઓગસ્ટ 2024, મંગળવાર - ચોથું મંગળા ગૌરી વ્રત,
- 16 ઓગસ્ટ 2024, શુક્રવાર - સિંહ સંક્રાતિ, શ્રાવણ પુત્રદા એકાદશી,
- 17 ઓગસ્ટ 2024, શનિવાર - શનિ ત્રયોદશી, પ્રદોષ વ્રત,
- 19 ઓગસ્ટ 2024, સોમવાર - રાશાબંધ , ગાયત્રી જયંતિ, છેલ્લું શ્રાવણ વ્રત, પૂર્ણિમા
- 20 ઓગસ્ટ 2024, મંગળવાર- ભાદ્રપદ પ્રારંભ
- 22 ઓગસ્ટ 2024, ગુરુવાર- કજરી તીજ
- 24 ઓગસ્ટ 2024, શનિવાર- બલરામ જયંતિ
- 26 ઓગસ્ટ 2024, સોમવાર- કૃષ્ણ જન્માષ્ટમી, કાલાષ્ટમી
- 29 ઓગસ્ટ, ગુરુવાર- અજા એકાદશી
- 31 ઓગસ્ટ 2024, શનિવાર- પ્રદોષ વ્રત
ઓગસ્ટ 2024 ગ્રહ ગોચર
- બુધ સિંહ રાશિમાં વક્રી - 5 ઓગસ્ટ 2024
- સૂર્ય દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે - 16 ઓગસ્ટ 2024
- શુક્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે - 25 ઓગસ્ટ 2024
- મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે - 26 ઓગસ્ટ
શ્રાવણ મહિનામાં આ વસ્તુઓથી કરો શિવલિંગ પર અભિષેક
કર્મોના ફળ આપનાર શનિ દેવ ભગવાન શિવના ઉપાસક છે શનિ દેવ પણ મહાદેવની પૂજા કરે છે. ભગવાન શિવના વરદાનને કારણે જ શનિદેવને ન્યાય કરવાનો અધિકાર મળ્યો હતો. આ રીતે ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે સ્નાન અને ધ્યાન પછી ગંગા જળમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
શનિના સાડાસાતીથી છૂટકારો મેળવવા માટે શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી ગંગા જળમાં બેલપત્ર નાખી શિવ મંદિરમાં શિવલિંગનો અભિષેક કરો. આ સમયે પૂજાના અંતે શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં સાડાસાતીથી છૂટકારા માટે પ્રાર્થના કરો. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ તો શ્રાવણ મહિનાના સોમવારે ગંગાજળમાં અડદની આખી દાળ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આ ઉપાય અપનાવાથી તમને સાડાસાતીથી પણ છૂટકારો મળી શકે છે.
જો તમે ધન લાભ ઇચ્છો છો અથવા આર્થિક સંકટ દૂર કરવા માંગો છો તો શ્રાવણ મહિનામાં દરરોજ શેરડીના રસથી મહાદેવનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમે સંકટમોચન હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવને મધનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે અને શનિદેવની કૃપાથી સાડાસાતીનો પ્રભાવ દૂર થાય છે.