શોધખોળ કરો

Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો કયા સમયે થશે અને ક્યાં-ક્યાં દેખાશે

Chandra Grahan 2023 Timing: ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેને અશુભ માનવામાં આવે છે. તેને એક દૈવી આપત્તિ માનવામાં આવે છે.

LIVE

Key Events
Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો કયા સમયે થશે અને ક્યાં-ક્યાં દેખાશે

Background

Chandra Grahan 2023 Live: 5 મેના રોજ એટલે કે આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેને અશુભ માનવામાં આવે છે. તેને એક દૈવી આપત્તિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ દરમિયાન સૂર્ય અને ચંદ્ર રાહુથી પીડિત થાય છે જેના કારણે ગ્રહણ થાય છે. ચાલો જાણીએ કે વર્ષનો પહેલો ક્યારે અને ક્યાં યોજાશે.

આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હશે

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજે રાત્રે થઈ રહ્યું છે. આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે. આ ગ્રહણ 5 મેની રાત્રે 8:46 વાગ્યે શરૂ થશે અને મધ્યરાત્રિ પછી 1:20 વાગ્યે સમાપ્ત થશે. આજે થનારું આ ગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે. આ ચંદ્રગ્રહણ લગભગ 4 કલાક 15 મિનિટનું હશે. અગાઉ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું હતું. આ ચંદ્રગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ અને અનુરાધા નક્ષત્રમાં થશે.

આ સ્થળોએ દેખાશે ચંદ્રગ્રહણ

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ એશિયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ પૂર્વ યુરોપના ભાગોમાં દેખાશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. આજનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સુતક કાળ પણ અહીં માન્ય રહેશે નહીં. સુતક કાળની ગેરહાજરીના કારણે અહીં પૂજા કે કોઈપણ ધાર્મિક કાર્યો પર પ્રતિબંધ રહેશે નહીં.

ચંદ્રગ્રહણ પર ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે

ચંદ્રગ્રહણના દિવસે 12 વર્ષ બાદ મેષ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. મેષ રાશિમાં સૂર્ય, બુધ, ગુરુ અને રાહુનો ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને આનાથી બમ્પર લાભ મળવાનો છે. મિથુન, સિંહ, ધનુ, મકર, કુંભ અને મીન રાશિના લોકોને આ ગ્રહણથી લાભ થશે. બીજી તરફ મેષ, વૃષભ અને કર્ક રાશિના લોકોએ આ ગ્રહણથી સાવધાન રહેવાની જરૂર છે.  

12:48 PM (IST)  •  05 May 2023

ચંદ્રગ્રહણ દરમિયાન આ મંત્રના જાપથી મળશે સફળતા

तमोमय महाभीम सोमसूर्यविमर्दन।
हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥१॥

विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत।
दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥२॥

12:18 PM (IST)  •  05 May 2023

ચંદ્રગ્રહણ સંબંધિત ધાર્મિક માન્યતા

ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના  છે પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેને અશુભ માનવામાં આવે છે. આ એક દૈવી આપત્તિ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહણ દરમિયાન રાહુ ચંદ્રને પીડિત કરે છે, જેના કારણે ગ્રહણ થાય છે. ચંદ્ર મનનો કારક છે તેથી તેનો પ્રભાવ દરેકના મન અને મગજ પર પડે છે.

12:05 PM (IST)  •  05 May 2023

ચંદ્રગ્રહણની આડઅસરથી બચવાના ઉપાય

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રદેવના મંત્રોનો જાપ કરવો ખૂબ જ લાભદાયક છે. ગ્રહણના સમયગાળા દરમિયાન ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમને ચંદ્રગ્રહણની આડ અસરથી મુક્તિ મળે છે. ભગવાન શંકરે ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો. ગ્રહણના સમયે ભોલેનાથના ચંદ્રશેખર સ્વરૂપનું ધ્યાન કરતી વખતે તેમની પૂજા કરવી જોઈએ. આ દરમિયાન તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો.

11:24 AM (IST)  •  05 May 2023

આ વર્ષમાં કુલ ચાર ગ્રહણ થશે

વર્ષ 2023માં કુલ 4 ગ્રહણ થવાના છે. તેમાંથી બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ છે. પ્રથમ સૂર્યગ્રહણ થયું છે. આ સૂર્યગ્રહણ 20 એપ્રિલે થયું હતું, જે ભારતમાં દેખાયું નહોતું. હવે પ્રથમ સૂર્યગ્રહણ બાદ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ આજ રોજ થઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ રાત્રે 8.45 વાગ્યે શરૂ થશે અને 1 વાગ્યે પુર થશે. ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે પરંતુ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી તેનો સુતક સમયગાળો રહેશે નહીં.

11:19 AM (IST)  •  05 May 2023

ચંદ્રગ્રહણ સમયે આ મંત્રોનો જાપ કરો

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રદેવના કેટલાક મંત્રોનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક છે. આ 5 મંત્ર નીચે મુજબ છે.

1. ॐ श्रां श्रीं श्रौं चन्द्रमसे नम:
2. ॐ श्रां श्रीं श्रौं स: चंद्राय नम:।
3. ॐ भूर्भुव: स्व: अमृतांगाय विदमहे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।
4. ॐ ऐं क्लीं सोमाय नम:
5. दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम ।
नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।। 

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget