Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો.. ચરજ નેટવર્ક અને સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું.. જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા.. જે સાહિત્યકારો કે કવિ કે જેમના વિશે લોકો અજાણ છે, તેમની રચનાઓ લોકો સુધી તે પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી સંસ્થા ચરજ નેટવર્કના સંચાલકોના આ પ્રયાસને કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના સાહિત્યકારોએ બિરદાવ્યો..
અમદાવાદમાં ચરજ નેટવર્ક અને સાહિત્ય અકાદમી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં ગુજરાતના કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. શબ્દોની સાધના કરતા ગુજરાતના સાહિત્યકાર , કવિ અને કલાકારો કે જેમના વિશે લોકો અજાણ છે તેવા કવિ, સાહિત્યકારો વિશે લોકો જાણે અને તેમની રચનાઓ લોકો સુધી તે પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી સંસ્થા ચરજ નેટવર્કના સંચાલકોના આ પ્રયાસને કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના સાહિત્યકારોએ બિરદાવ્યો હતો





















