Bhai Dooj 2022 Date: જાણો ક્યારે છે ભાઈ બીજ, 26 કે 27 ઓક્ટોબર? જાણો સાચી તારીખ
Bhai Dooj 2022 Date: હિંદુ ધર્મમાં રક્ષાબંધન ઉપરાંત ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. વર્ષમાં બે મોટા તહેવારો હોળી અને દીપાવલી પછી ભાઈ બીજ ઉજવવાનો રિવાજ છે.
Bhai Dooj 2022 Date: હિંદુ ધર્મમાં રક્ષાબંધન ઉપરાંત ભાઈ બીજનું પણ વિશેષ મહત્વ છે. વર્ષમાં બે મોટા તહેવારો હોળી અને દીપાવલી પછી ભાઈ બીજ ઉજવવાનો રિવાજ છે. દિવાળી પછી આવતી ભાઈ બીજ, કારતક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ચિત્રગુપ્તની પણ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ભાઈ બીજની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. આવો જાણીએ ભાઈ બીજની તારીખ, સમય અને મહત્વ.
ભાઈ બીજ 2022 મુહૂર્ત
પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 02:42 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 27 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 12:45 વાગ્યે સમાપ્ત થશે. માહિતી અનુસાર, આ વખતે 26 ઓક્ટોબર, 2022 ભાઈ બીજની પૂજા માટે શુભ મુહૂર્ત છે, તેથી આ દિવસે આ તહેવારની ઉજવણી કરવી શ્રેષ્ઠ રહેશે. બીજી તરફ, ઉદયાતિથિના હિસાબે 27 ઓક્ટોબર 2022ના રોજ પણ ભાઈ બીજ ઉજવી શકાય છે.
ભાઈ બીજ પૂજા મુહૂર્ત - બપોરે 01.18 - બપોરે 03.33 (26 ઓક્ટોબર 2022)
સમયગાળો - 2 કલાક 15 મિનિટ
ભાઈ બીજનું મહત્વ
ભાઈ બીજનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે મંગળ પ્રાર્થના કરે છે. આ દિવસે યમુના નદીમાં સ્નાન કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. દંતકથા અનુસાર આ દિવસે યમરાજ પોતાની બહેન યામીને મળવા આવ્યા હતા. યામીએ તેના ભાઈને આવકારવા માટે તિલક કર્યું અને ઘણી બધી વાનગીઓ બનાવી. યમરાજે પ્રસન્ન થઈને યામી સહિત તમામ બહેનોને આશીર્વાદ આપ્યા અને જાહેર કર્યું કે આ દિવસે જે કોઈ પણ પોતાની બહેનને મળવા જશે અને બહેનો આરતી અને તિલક કરીને તેમનું સ્વાગત કરશે, તો ભાઈ દરેક પ્રકારની અનિષ્ટ શક્તિઓથી મુક્ત થશે. ભાઈ બીજનો તહેવાર આ દિવસથી જ ઉજવવામાં આવે છે.
આ પણ વાંચોઃ
ધનતેરસ-દિવાળી પહેલા ઘરનો આ ખૂણો કરી લો સાફ, લક્ષ્મીજીની થશે કૃપા
દિવાળી પર પર્યાવરણનો રાખો ખ્યાલ, આ 4 મજેદાર અને ક્રિએટિવ રીતે મનાવો ઈકો ફ્રેન્ડલી દિવાળી
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.