Vastu : તમારા ઘરના મંદિરની નજીક ન રાખો આ વસ્તુઓ, થશે નુકસાન
હિન્દુ ધર્મમાં પૂજા ભગવાન પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓને મંદિરની પાસે રાખો છો, તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
Vastu Tips : હિન્દુ ધર્મમાં પૂજા ભગવાન પ્રત્યે આદર દર્શાવવાનો એક માર્ગ છે. સનાતમ ધર્મ ઘરમાં મંદિર રાખવું અને દેવી દેવતાઓની પૂજા કરવી તેનુ એક અલગ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ વસ્તુઓને મંદિરની પાસે રાખો છો, તો તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. પૂજા કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને આજે જ તમારા મંદિરની આસપાસથી દૂર કરવી જોઈએ.
ઘરના મંદિરની આસપાસ પિતૃઓ અથવા વડવાઓના ચિત્રો લગાવે છે તો તે વ્યક્તિને ખરાબ પરિણામ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં, પૂર્વજોના ચિત્રોને તાત્કાલિક ત્યાંથી હટાવી દેવા જોઈએ. પૂર્વજોના ચિત્રો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ વસ્તુઓને મંદિરમાં ન રાખો
જો કોઈ વ્યક્તિ મંદિર પાસે વિકૃત ધાર્મિક પુસ્તકો રાખે છે, તો તેનાથી નકારાત્મકતા પણ વધી શકે છે. આ સિવાય મંદિરમાં સૂકા ફૂલ રાખવા પણ શુભ નથી માનવામાં આવતા. આવી સ્થિતિમાં ભગવાનને ચઢાવેલા ફૂલ સુકાઈ જાય પછી તેને કાઢી લો.
એકથી વધુ શંખ મંદિરમાં ન રાખો
ઘણા લોકો ઘરના મંદિરમાં શંખ પણ રાખે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે મંદિરમાં એકથી વધુ શંખ ન રાખવો જોઈએ. વ્યક્તિ વાસ્તુ દોષથી પણ પીડાઈ શકે છે. આ સાથે મંદિરમાં શનિદેવની મૂર્તિ રાખવી પણ શુભ માનવામાં આવતી નથી.
રુદ્ર સ્વરુપવાળી મૂર્તિઓ રાખવી નહી
ઘરના મંદિરમાં ભગવાનની રુદ્ર સ્વરુપવાળી મૂર્તિઓ રાખવી બિલકુલ યોગ્ય નથી. આ સાથે, તુટેલી મૂર્તિઓને મંદિરમાં રાખવાથી પણ બચવું જોઈએ. જો તમારા મંદિરની કોઈ મૂર્તિ તૂટી ગઈ હોય તો આવી સ્થિતિમાં તેનું વિસર્જન કરવું જોઈએ.
Ank Jyotish: બાપ્પાને પ્રિય નંબર કયો છે, શું ગણપતિના પ્રિય નંબર સાથે તમારે છે કોઇ સંબંધ ?
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.