Gauri vrat 2023:આજથી ગૌરી વ્રતનો પ્રારંભ, લાલ પુષ્પનો આ ખાસ 5 દિવસ સુધી ઉપાય કરવાથી શિવ શક્તિના મળશે આશિષ
ગૌરી વ્રત 29 જૂન ગુરુવાર અષાઢ સુદ એકાદશી એટલે આજથી શરૂ થઇ રહયું છે અને પાંચ દિવસ પછી એટલે કે ગુરૂ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે.
Gauri vrat 2023:ગૌરી વ્રત 29 જૂન ગુરુવાર અષાઢ સુદ એકાદશી એટલે આજથી શરૂ થઇ રહયું છે અને પાંચ દિવસ પછી એટલે કે ગુરૂ પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે. ગૌરી વ્રત દરમિયાન પાંચ દિવસ નમકને સંપૂર્ણ અવોઇડ કરવામાં આવે છે. જેથી આ વ્રતને મોળાકત વ્રતના નામથી પણ ઓળખવામાં આવે છે. આ 5 દિવસ કુમારિકા મોરા વ્રત કરે છે
ગૌરી વ્રતનું શુભ મુહુર્ત
29 જૂન એટલે કે અષાઢ સુદ એકાદશીના સવારે સૂર્યોદયથી જ 6.15 કલાકથી 7.45 કલાક સુધી પ્રથમ શુભ મુહુર્તમાં ગૌરમાની સ્થાપના કરી શકાય છે. ત્યારબાદ સવારે 11.30 કલાકથી 12.30 કલાક સુધી ગૌરમાની સ્થાપના કરવા માટે શુભ સમય છે. આ સમય દરમિયાન પૂજા અને સ્થાપના કરી શકો છો. આ વ્રત 5થી 12 વર્ષની બાલિકાઓ કરે છે. આ વ્રતમાં પાંચ દિવસ કુવારિકા શિવ પાર્વતીની પૂજા કરે છે. વ્રતમાં ખાસ કરીને જ્વારા વાવાનું ખૂબ જ મહત્વ હોય છે. માટીના એક વાસણમાં ઘઊંના જવારા વવામાં આવે છે અને બાદ તેની પણ પૂજા પાંચ દિવસ સુધી કરવામાં આવે છે. પાંચ દિવસ બાદ સ્થાપિત પાર્વતીની મૂર્તિ અને જ્વારાનું વિસર્જન કરવામાં આવે છે અને બાદ વ્રતધારી કુમારિકા પારણા કરે છે અને તે રાત્રે જાગરણ પણ કરે છે. આ વ્રત પાંચ અથવા સાત વર્ષ સુધી કરવામાં આવે છે બાદ તેની ઉજવણીમાં પાંચ અથવા સાત કુંવારિકાની પૂજન કરીન તેને ભોજન કરાવવમાં આવે છે અને શૃંગારનો સમાન આપીને સન્માન ભેર વિદાય કરવામાં આવે છે.
ગૌરી વ્રત સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે અને સુખી લગ્ન જીવન માટે કરવામાં આવે છે. આ પાંચ દિવસ જો પાર્વતી માતાજીને લાલ પુષ્પ અર્પણ કરવામાં આવે તો ગૌરી વ્રતનો ઉદેશ અચૂક પરિપૂર્ણ થાય છે અને શિવશક્તિનો આશિષ મળે છે.
Chaturmas :આજથી ચાર્તુમાસનો પ્રારંભ, આ દુર્લભ સમયમાં આ 7 ઉપાયથી આકસ્મિક ઘન પ્રાપ્તિના બનશે યોગ
Chaturmas Upay: 29 જૂન ગુરુવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી છે. ચાતુર્માસમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી ભાગ્ય ચમકે છે, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તિરુપતિના જ્યોતિષાચાર્ય ડૉ.કૃષ્ણ કુમાર ભાર્ગવ જણાવી રહ્યા છે ચાતુર્માસમાં કરવાના જ્યોતિષીય ઉપાય.
9 જૂન ગુરુવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધી છે. આ વર્ષે અધિક માસ હોવાથી ચાતુર્માસ 5 મહિનાનો થઈ ગયો છે. આ વખતે 5 મહિના માટે ચાતુર્માસ છે. ચાતુર્માસની શરૂઆત દેવશયની એકાદશી એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી થાય છે અને દેવુથની એકાદશી એટલે કે કાર્તિક શુક્લ એકાદશીએ ચાતુર્માસ સમાપ્ત થાય છે. દેવો ચાતુર્માસના પ્રથમ દિવસથી સૂઈ જાય છે અને ચાતુર્માસના અંતે જાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુ ચાતુર્માસમાં આખા 4 મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે. ચાતુર્માસ દરમિયાન સંયમિત જીવન જીવવું ફાયદાકારક છે. ચાતુર્માસમાં કેટલાક સરળ જ્યોતિષીય ઉપાય કરવાથી ભાગ્ય ચમકે છે, ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
ચાતુર્માસ 2023 5 સરળ જ્યોતિષ ઉપાય
ચાતુર્માસ દરમિયાન જે કોઈ ભગવાન વિષ્ણુને દૂધ, દહીં, ઘી, મધ અને સાકર કે પંચામૃતથી અભિષેક કરે છે, તેને સ્વર્ગ જેવું અક્ષય સુખ મળે છે.
જો તમે ચાતુર્માસમાં અન્ન, વસ્ત્ર, કપૂર, છત્રી, ચપ્પલ વગેરેનું દાન કરો છો તો ભોલેનાથ તમને આશીર્વાદ આપે છે. તેમના આશીર્વાદથી તમે નોકરી, વ્યવસાય કે અન્ય કારકિર્દીમાં પ્રગતિ કરશો.
જે વ્યક્તિ ચાતુર્માસમાં અન્ન અને ગાયનું દાન કરે છે તે ઋણમુક્ત થઈ જાય છે. તેની આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે. ધનની વૃદ્ધિ ઉતરોતર થાય છે.
ચાતુર્માસના ચાર મહિનામાં તમારા પ્રિય દેવતાની પૂજા કરો. તેના મંત્રોનો જાપ કરો. શ્રીમદ ભાગવતનો પાઠ કરો અથવા ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. તેનાથી તમારા રોગો અને ગ્રહ દોષ દૂર થશે. ભગવાનના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
ચાતુર્માસ દરમિયાન પીપળના ઝાડની સેવા કરવી જોઈએ. તેમાં ભગવાન વિષ્ણુ, શિવ સહિત અનેક દેવતાઓ નિવાસ કરે છે. રોજ જળ ચઢાવવાથી અને દીવો પ્રગટાવવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
ચાતુર્માસમાં દેવી લક્ષ્મી, માતા પાર્વતી, ગણેશ જી, રાધાકૃષ્ણ, પિતૃદેવ વગેરેની પૂજા કરવી. પિતૃદોષની પૂજા કરવાથી પિતૃદોષ દૂર થશે. તેમના આશીર્વાદથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને સંતાન સુખ પ્રાપ્ત થશે. આ સિવાય દેવી લક્ષ્મી, દેવી પાર્વતી, ગણેશજી, રાધાકૃષ્ણની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial