Mauni Amas :મહાકુંભમાં મૌની અમાસનું સ્નાન નથી કરતી શકતા, તો ઘર પર કરો આ ઉપાય, સઘળા કષ્ટો થશે દૂર
Mauni Amavasya 2025 Upay: આજે મૌની અમાવસ્યાના દિવસે કરોડો લોકો મહાકુભ મેળામાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે. જો તમે ન જઈ શકતા હોવ તો મૌની અમાવસ્યાના દિવસે લવિંગ અને કપૂરના આ ઉપાયો અવશ્ય અજમાવો. જીવનમાં હાજર તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જશે, તમને આર્થિક તંગીમાંથી પણ રાહત મળી શકે છે.

Mauni Amavasya 2025 Upay: 29 જાન્યુઆરીને બુધવારે મૌની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. મહાકુંભ અને મૌની અમાવસ્યાનું આ સંયોજન અદભૂત છે. મૌની અમાવસ્યા પર કુંભમાં ડૂબકી મારવી ખૂબ જ શુભ રહેશે. આજે કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચશે અને સંગમ નદીમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારશે. આ નજારો જોવા લાયક હશે. આજે મહાકુંભનું બીજું અમૃત સ્નાન પણ છે. પહેલું સ્નાન પોષી પૂનમનું 13 જાન્યુઆરીએ હતું, બીજું સ્નાન મૌની અમાસનું છે અને ત્રીજું સ્નાન 5 ફેબ્રુઆરી વસંત પંચમીનું હશે. જ્યારે અંતિમ સ્નાન 26જી ફેબ્રુઆરી એટલે કે શિવરાત્રિનું હશે. અમાવસ્યાના દિવસે અનેક પ્રકારના ઉપાયો કરવામાં આવે છે જેથી વ્યક્તિ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે.
મૌની અમાસ પર કરો આ ઉપાય
તમારી આર્થિક સ્થિતિ સારી નથી, પરિવારમાં સંઘર્ષ છે, સંબંધો સારા નથી, મહત્વપૂર્ણ કામ પૂરા નથી થઈ રહ્યા, તમે જીવનમાં અનેક પ્રકારના અવરોધો અને સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા છો, ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રસરી રહી છે આજે મૌની અમાસ29 જાન્યુઆરીએ કપૂર અને લવિંગનો આ ઉપાય અજમાવી જુઓ. લવિંગ અને કપૂરનો ઘરમાં ધૂપ કરો.
મૌની અમાસના દિવસે તમે ગરીબ અને જરૂરિયાતમંદોને કપડાં દાન કરી શકો છો. યાદ રાખો કે તમે જે કપડાં પહેરો છો તે ગંદા ન હોવા જોઈએ, તેના બદલે ફક્ત સ્વચ્છ કપડાં જ દાન કરો.
મૌની અમાવસ્યાની સાંજે ઉત્તર-પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. દીવામાં રૂની જગ્યાએ લાલ દોરાની વાટ અને કેસરના તણખલા નાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આમ કરવાથી જીવનમાં ધનની પ્રાપ્તિ થાય છે.
મૌની અમાવસ્યા પર દાનનું પણ ઘણું મહત્વ છે, તેથી મૌની અમાવસ્યા પર ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો ખાસ કરીને ભૂખ્યાને ખીર જમાડો.
મૌની અમાવસ્યાના દિવસે થોડા ચોખાને કેસરથી રંગી દો. ત્યારબાદ આ ચોખાને દિવ્ય શંખ અથવા દક્ષિણમુખી શંખમાં મુકો. ઘીનો દીવો પ્રગટાવો. કમળની માળા વડે મહાલક્ષ્મી મંત્ર “ઓમ શ્રી” નો 11 વાર જાપ કરો. જેના કારણે ઘરમાં પૈસાની કમી નહી રહે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
