શોધખોળ કરો

Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ

ઠક્કરબાપાનગર વિસ્તારના ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ હાય હાયના નારા લગાવ્યા હતા.

Ahmedabad: અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. ઠક્કરબાપાનગર વિસ્તારના ભાજપ ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ હાય હાયના નારા લગાવ્યા હતા. રોડ, ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીની લાઈન નાખવા મુદ્દે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો અને આરોપ લગાવ્યો હતો કે,  ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી. કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. સ્થાનિકોની માંગ છે કે, જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખ્યા બાદમાં જ રોડ બનાવવામાં આવે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી  ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી. 

ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને ઠક્કરબાપાનગર વિસ્તારના સ્થાનિક લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ઠક્કરબાપાનગર રોડ પર આવેલા વૃંદાવન પાર્ક સોસાયટી નજીક એક ડ્રેનેજ લાઈન નાખવા, વરસાદી પાણીની લાઈન અને રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયાને રજૂઆત કરીએ છીએ છતાં કામ થતાં નથી. વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો બે મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી.

અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરૂદ્ધ સ્થાનિક લોકોએ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય કંચનબેન રાદડિયા સહિત ભાજપના કોર્પોરેટરો વિસ્તારમાં દેખાતા નથી.

'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે'

લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કંચનબેનના પતિને રજૂઆત કરીએ છીએ તો તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જવાનું કહે છે. જો કોર્પોરેશન ઓફિસ જવાનું હોય તો તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે. હું સિનિયર સિટીઝન થઈને કોર્પોરેશન ઓફિસ સુધી જાવ એવા પણ પ્રશ્નો કર્યા હતા. સ્થાનિક લોકોએ માંગ કરી હતી કે જે ગટર લાઈન 30 વર્ષ જૂની છે તે ગટર લાઈનને હવે મોટી નાખવામાં આવે. જેથી ડ્રેનેજની સમસ્યા દૂર થાય. વરસાદી પાણીનો નિકાલ થાય તેના માટેની લાઇન નાખી અને બાદમાં જ રોડ બનાવવામાં આવે. જે પાણીની લાઈન નાખવામાં આવે છે તેની પહેલા ગટરની લાઈન નાખવામાં આવે ને તેનું જોડાણ કરવામાં આવે પછી જ આ વરસાદી પાણીની લાઈન નાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે આજ દિન સુધી આ કામગીરી થઈ નથી.

ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ અને લેટર લખીને આપે છે છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી. ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. બસ તેઓ ઘરમાં સૂઈ રહેતા હોય છે. જો તાત્કાલિક આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે બે મહિનામાં ચૂંટણીમાં જવાબ આપીશું એવી પણ ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે અમે ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયાને 25 વખત મળ્યા અને રજૂઆત કરી તો તેઓ કહે છે અમે મોકલીશું. અમે મોકલીશું. પણ ક્યારે મોકલશે ખબર નથી. ગટર ઉભરાવાની સમસ્યા તો કાયમની બની ગઈ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Embed widget