Temple Stampede: બાંકે બિહારી મંદિરમાં ભાગદોડથી મોતનો આ પ્રથમ કિસ્સો નથી, જાણો દેશમાં ક્યારે ક્યારે બની છે આવી દુર્ઘટના
Banke Bihari Temple: મંદિરોમાં મૃત્યુનો આ પહેલો કિસ્સો નહોતો. આ પહેલા પણ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં આવી ઘટનાઓમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલી મોટી ઘટનાઓ છતાં દેશની સરકારોએ બોધપાઠ લીધો નથી.
Banke Bihari Mandir Stampede: રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરમાં ત્રણ મહિલા શ્રદ્ધાળુઓના દર્દનાક મોતને દેશ પણ ભૂલી શક્યો નથી ત્યાં હવે ઉત્તર પ્રદેશના વૃંદાવનના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં એક દર્દનાક ઘટના બની છે. મંગલ આરતી દરમિયાન નાસભાગને કારણે બે ભક્તોના મોત થયા હતા.
મૃતકોમાં વૃંદાવનનો એક પુરુષ અને નોઈડાની એક મહિલાનો સમાવેશ થાય છે. શ્વાસ રૂંધાવાથી બેભાન થયેલા અડધા ડઝનથી વધુ શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના બાદ સામે આવેલા વીડિયોમાં શ્રદ્ધાળુઓ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે. મંદિરોમાં મૃત્યુનો આ પહેલો કિસ્સો નહોતો. આ પહેલા પણ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં આવી ઘટનાઓમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આટલી મોટી ઘટનાઓ છતાં દેશની સરકારોએ બોધપાઠ લીધો નથી. સિસ્ટમમાં સુધારાના અભાવે મૃત્યુની પ્રક્રિયા ચાલુ રહે છે. આ અહેવાલમાં વાંચો, ક્યારે અને ક્યાં થયા આવા અકસ્માતો..
જાણો ક્યારે અને ક્યાં નાસભાગ મચી
4 નવેમ્બર 2006ના રોજ ઓરિસ્સાના પુરી જગન્નાથ મંદિરમાં દર્શન દરમિયાન નાસભાગ મચી જવાથી ચાર લોકોના મોત થયા હતા અને 25 ઘાયલ થયા હતા.
- 3 ઓગસ્ટ 2008ના રોજ, હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિરમાં નાસભાગમાં 160 ભક્તો માર્યા ગયા અને 400 થી વધુ ઘાયલ થયા.
- 30 સપ્ટેમ્બર 2008ના રોજ, હિમાચલના દેવી મંદિરમાં બનેલી આ આઘાતજનક ઘટનાના એક મહિના પછી, નવરાત્રિ તહેવાર દરમિયાન રાજસ્થાનના જોધપુરમાં ચામુંડા દેવી મંદિરમાં નાસભાગમાં 217 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- 4 માર્ચ, 2010 ના રોજ, ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રામ-જાનકી મંદિરમાં જ્યારે કૃપાલુ મહારાજની પત્નીની પુણ્યતિથિ નિમિત્તે કપડાં અને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે નાસભાગમાં 63 લોકો માર્યા ગયા હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે સમયે લગભગ 10 હજાર લોકોની ભીડ હતી.
- 14 જાન્યુઆરી 2011ના રોજ મકરસંક્રાંતિની રાત્રે કેરળના સબરીમાલા મંદિરમાં થયેલી નાસભાગમાં 104થી વધુ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- 8 નવેમ્બર 2011ના રોજ હરિદ્વારમાં હર કી પૌરીમાં નાસભાગમાં 22 લોકો માર્યા ગયા હતા.
- 10 ફેબ્રુઆરી, 2013ના રોજ કુંભ મેળામાં અલ્હાબાદ રેલવે સ્ટેશન પર નાસભાગમાં 39 લોકો માર્યા ગયા હતા.
- 13 ઓક્ટોબર 2013ના રોજ નવરાત્રિના છેલ્લા દિવસે મધ્યપ્રદેશના દતિયા જિલ્લાથી 60 કિમી દૂર રતનગઢ સ્થિત મંદિરમાં નાસભાગમાં 115 લોકો માર્યા ગયા હતા, જ્યાં હજારો ભક્તો દૂર-દૂરથી દેવીના દર્શન માટે આવ્યા હતા.
- 10 ઓગસ્ટ 2015ના રોજ ઝારખંડના દેવઘરમાં બાબા બૈદ્યનાથ મંદિરમાં નાસભાગમાં 11 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
- 1 જાન્યુઆરી, 2022 ના રોજ, નવા વર્ષની સવારે વૈષ્ણો દેવી મંદિરમાં નાસભાગમાં 12 લોકોના મોત થયા હતા.
- 8 ઓગસ્ટ 2022 ના રોજ, રાજસ્થાનના સીકર જિલ્લામાં ખાટુ શ્યામ મંદિરમાં ભાગદોડમાં ત્રણ મહિલા ભક્તોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ
Photos: દેશભરમાં ધૂમધામથી ઉજવાઈ જન્માષ્ટમી, અમિત શાહે અમદાવાદમાં કરી પૂજા અર્ચના
Somalia Attack: સોમાલિયાના મોગાદિશુમાં મોટો આતંકી હુમલો, 10 લોકોનાં મોત
Monkeypox: મંકીપોક્સ ટેસ્ટની પ્રથમ સ્વદેશી કિટ થઈ લોન્ચ, જાણો કોણે બનાવી
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 4.21 ટકા