(Source: ECI/ABP News/ABP Majha)
Mangalwar Upay: મંગળવારે ન ખરીદવી જોઈએ આ 7 ચીજો, ઘર - પરિવાર માટે હોય છે અશુભ
Tuesday Upay: મંગળવારના દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે.
Mangalwar Upay: હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવનપુત્ર હનુમાનની પૂજા કરવી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. મંગળવારે લોકો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન તેમના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે, પરંતુ મંગળવાર માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી હનુમાનજી પણ ક્રોધિત થઈ શકે છે, જે તમારા દરેક કામમાં અવરોધ લાવી શકે છે. આવો જાણીએ કયા કામ મંગળવારે બિલકુલ ના કરવા જોઈએ. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનું માહાત્મ્ય છે. મંગળવારના દિવસે કેટલાક કામ કરવા અને કેટલીક વસ્તુઓ ખરીદવી શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવી છે.
જાણો મંગળવારે કઈ વસ્તુઓ ખરીદવી અશુભ છે
- નવું ઘરઃ નવું ઘર ખરીદવા માટે મંગળવારનો દિવસ પણ શુભ માનવામાં આવતો નથી. તેમજ આ દિવસે નવા ઘર સંબંધિત કોઈપણ કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ.
- સૌંદર્ય પ્રસાધનોઃ મહિલાઓએ મંગળવારે સૌંદર્ય પ્રસાધન સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ખાસ કરીને વિવાહિત મહિલાઓએ મંગળવારે મેકઅપ સાથે સંબંધિત એક્સેસરીઝ ખરીદવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ આવે છે.
- કાચઃ મંગળવારે કાચની કોઈપણ વસ્તુ ખરીદવાનું ટાળો. આનાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે.
- કાળા કપડાઃ મંગળવારે કાળા કપડા પહેરવા અને કાળા કપડાની ખરીદી બંને અશુભ માનવામાં આવે છે. બીજી તરફ, આ દિવસે નારંગી રંગના કપડાં પહેરવા સૌથી વધુ શુભ છે.
- લોખંડનો સામાનઃ મંગળવારના દિવસે લોખંડની ધાતુથી બનેલી કોઈપણ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. આવું કરવાથી પરિવાર માટે સમસ્યા થઈ શકે છે.
- દૂધની મીઠાઈઃ મંગળવારનો સંબંધ મંગળ અને દૂધનો સંબંધ ચંદ્ર સાથે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ અને ચંદ્રની વચ્ચે શત્રુતાની લાગણી છે. એટલા માટે મંગળવારે દૂધથી બનેલી વસ્તુઓ અથવા દૂધથી બનેલી મીઠાઈઓ ન ખરીદો.
- ધારદાર વસ્તુઓઃ મંગળવારે છરી, કાતર અને સોય જેવી ધારદાર વસ્તુઓ ખરીદવી પણ શુભ નથી. તેનાથી ઘરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.