શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Navratri 2023: નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજવસ્તુઓ, નહી તો માતા દુર્ગા થશે નારાજ

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે

Shardiya Navratri 2023:  આપણી ભારતીય સંસ્કૃતિમાં, તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, નવરાત્રિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો તહેવાર, હિંદુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. જેમાં નવ અવતાર આવે છે. દેવી દુર્ગાની પૂજા અને શણગાર કરવામાં આવે છે. આ તહેવાર દેવી માતાની શક્તિઓના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષે આસો નવરાત્રિ 15મી ઓક્ટોબર 2023થી શરૂ થશે અને 24મી ઓક્ટોબર 2023 સુધી ચાલશે

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. નવરાત્રિનું વ્રત રાખવું એ એક પવિત્ર વિધિ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પ્રથમ બે અને છેલ્લા બે દિવસ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક નવ દિવસ ઉપવાસ રાખે છે. શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.આવો જાણીએ કેટલીક વસ્તુઓ જે નવરાત્રિ દરમિયાન ખાવી જોઈએ.

  1. ફળ

નવરાત્રિ દરમિયાન તમે તમામ પ્રકારના ફળ ખાઈ શકો છો. જો તમારે નવ દિવસ ઉપવાસ કરવો હોય તો તમારી પસંદગી મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ફળોને લઈને કોઈ પ્રતિબંધ નથી, તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો.

  1. લોટ અને અનાજ

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘઉં અને ચોખા ન ખાવાનું સૂચન કરવામાં આવે છે. જો કે, તમે આ સમયગાળા દરમિયાન રાજગરાનો લોટ ખાઈ શકો છો.

  1. શાકભાજી

જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો પછી ફક્ત બટાટા, શક્કરીયા, સુરણ, કાચા કોળા જેવા શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવે છે, આ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

  1. દૂધ અને ડેરી ઉત્પાદનો

જો તમે દૂધની બનાવટોનું સેવન ન કરતા હોવ તો નવરાત્રિનું વ્રત અધૂરું છે. નવરાત્રિ દરમિયાન દહીં, પનીર, ચીઝ, મલાઈ, ઘી વગેરે અવશ્ય લેવા જોઈએ.

  1. મસાલા

ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં, તમે જીરું, તજ, ઇલાયચી, લવિંગ, કાળા મરી પાવડર, સૂકા દાડમના દાણા વગેરેનો ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓનું સેવન ન કરો

નવરાત્રિ વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી અને લસણનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ભોજનમાં ન કરવો જોઈએ. તે એકદમ અશુભ માનવામાં આવે છે. નવરાત્રિ વ્રત દરમિયાન કઠોળ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, મેંદા, ઘઉંનો લોટ, સોજી તેમજ માંસાહારી વસ્તુઓ, ઈંડા, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળો. મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફીનું સેવન કરે છે, જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ઉપવાસ દરમિયાન ચા કે કોફી ન પીવી અને નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક કે સાદા પાણીનું સેવન કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Embed widget