શોધખોળ કરો

Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં ઓવર સ્પીડ કારે મચાવ્યો આતંક, ભીડ પર ચઢી જતાં 60 ઘાયલ, 2નાં મોત

Germany Car Accident: જર્મનીમાં ક્રિસમસ માર્કેટમાં બેફામ કાર ચાલકે ભીડ પર કાર ફેરવા દેતા નાસભાગ મચી ગઇ. લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે.

Germany Car Accident: મેગડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે, જ્યાં કાર અકસ્માત  સર્જાયો હતો.  સિટી ચીફ રેનર હેસેલોફે જણાવ્યું કે, આરોપી ડ્રાઈવર જર્મનીનો હતો.

જર્મનીના મેગ્ડેબર્ગમાં શુક્રવારે (20 ડિસેમ્બર) એક મોટો કાર અકસ્માત સર્જાયો હતો.જેમાં 2 લોકોનાં મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત ક્રિસમસ માર્કેટમાં થયો હતો, જ્યાં એક કાર ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી ગઈ અને લોકો પર ચઢી ગઈ. આ કિસ્સામાં, સ્થાનિક જર્મની પોલીસે સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડૉક્ટરની ધરપકડ કરી છે. જે કાર ચલાવી રહ્યો હતો. નોંધનીય છે કે અગાઉના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા, પરંતુ બાદમાં અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે અત્યાર સુધીમાં માત્ર બે જ મોત થયા છે.

 મેગ્ડેબર્ગ જર્મનીના સેક્સની-એનહાલ્ટ રાજ્યની રાજધાની છે, જ્યાં આ અકસ્માત થયો હતો. રોઇટર્સને આ કેસ વિશે માહિતી આપતા શહેરના વડા રેનર હેસેલોફે જણાવ્યું હતું કે, આરોપી ડ્રાઇવર જર્મની હતો, જે છેલ્લા બે દાયકાથી દેશમાં રહેતો હતો. તેમણે વધુમાં કહ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા શહેરમાં અન્ય કોઈ ખતરો નથી, કારણ કે અમે આ કેસમાં માત્ર એક જ વ્યક્તિને જવાબદાર ઠેરવ્યા છે, જે અમારી કસ્ટડીમાં છે.

જર્મની પોલીસને શું શંકા છે?

સમાચાર એજન્સી રોઇટર્સે સ્થાનિક પ્રસારણકર્તાને ટાંકીને જણાવ્યું હતું કે, જર્મની પોલીસને શંકા છે કે, વાહનમાં વિસ્ફોટક ઉપકરણ હતું. જો કે તેમને કારની અંદર કોઈ વિસ્ફોટકો મળ્યો ન હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, પોલીસે મૃતકોની સંખ્યા આપવાનો ઇનકાર કર્યો હતો અને માત્ર બજારમાં મોટા પાયે ઓપરેશનની પુષ્ટિ કરી હતી. આ સિવાય આ ઘટના હુમલાની પણ બની શકે છે.

ઘટના સ્થળે  પોલીસ અને બચાવકર્મી પહોંચ્યાં

માઈકલ રીફ, જર્મન બ્રોડકાસ્ટર એમડીઆરના પ્રવક્તા કહ્યું કે,  આ દુર્ઘટનામાં  ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસ અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે. MDR એ જણાવ્યું હતું કે, ઘણા પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને  માર્કેટ મેનેજરે લોકોને સિટી સેન્ટર છોડવા કહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ બ્રોડકાસ્ટરને જણાવ્યું કે, કાર સીધી ટાઉન હોલની દિશામાં બજારમાં ભીડમાં ઘૂસી ગઈ.

આ અકસ્માત 8 વર્ષ પહેલા જર્મનીમાં થયો હતો

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે X પરની એક પોસ્ટમાં કહ્યું કે “મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે તેમની સાથે અને મેગ્ડેબર્ગના લોકો સાથે ઊભા છીએ. આ ચિંતાજનક પરિસ્થિતિઓમાં બચાવ કાર્યકરોનો હું આભાર માનું છું”. તમને જણાવી દઈએ કે 8 વર્ષ પહેલા ટ્યુનિશિયાના એક વ્યક્તિ અનીસ આમરીએ બર્લિનના ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ટ્રક ચડાવી દીધી હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?Sabarkantha News | વડાલીના નાદરી ગામે ક્રુરતાની હદ વટાવતી ઘટના, અજાણ્યા શખ્સોએ ગૌ માતાનું ગળુ કાપી નાંખ્યુંAravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO
IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO  
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Embed widget