Navratri Culture: જામનગરમાં 330 વર્ષથી લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર 'નોબત'ના તાલે ઉજવાય છે નવરાત્રી, પુરુષો રમે છે ગરબી
Navratri Culture: જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે જલાની જારના ચોકની ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી.
Navratri 2022: છોટા કાશીનું બિરુદ પામેલા જામનગર શહેરમાં કેટલીક પ્રાચીન ગરબીઓ ચાલી રહી છે, જે પૈકીની જલાની જારની ગરબી 330 વર્ષથી નવરાત્રી ઉત્સવ ઊજવાય છે. જામનગર શહેરની પ્રાચીન ગરબી એટલે જલાની જારના ચોકની ગરબીને આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર 'નોબત'ના તાલે માત્ર પુરુષો પરંપરાગત લાલ-પીળાં અને કેશરી અબોટિયાં પહેરી આ ગરબી રમે છે.
ઈશ્વર વિવાહ નિહાળવા એક લ્હાવો
આ ગરબીમાં 'ઈશ્વર વિવાહ' શરૂ થાય એટલે એકપણ ક્ષણના વિરામ વગર 3-30 કલાક સુધી સતત ગાવા અને રમવામાં આવે છે. અને આ ઈશ્વર વિવાહ નિહાળવા એક લ્હાવો પણ કહી શકાય તેવા છે, આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા નવ દુર્ગાના પૂતળા સદીઓ પુરાણા છે.
સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની બોલાવે છે રમઝટ
અહી આદ્યકવિ દેવીદાસ રચિત 'ઈશ્વર વિવાહ' રમાય છે, જે સાંભળનાર શ્રોતાજનો એનો સાર સમજી શકે એ માટે એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે. આ 'ઈશ્વર વિવાહ' જોવો અને ગાવો એ એક સ્મરણીય લહાવો છે, જેમાં એકપણ ક્ષણ વિના સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવે છે.
સુરતમાં પત્ની સાથે ગરબા રમતો હતો પતિ, છાતીમાં દુઃખાવો ઉપડ્યો ને પછી....
હાલ નવલી નવરાત્રી ચાલી રહી છે. સાતમા નોરતાએ સુરતમાં એક કરૂણ ઘટના બની હતી. પત્ની સાથે ગરબા રમી રહેલા પતિનું તબિયત લથડતાં મોત થયું હતું. જેને લઈ શોકનો માહોલ છવાઈ ગયો છે. સુરતના લિંબાયતમાં પત્ની સાથે ગરબા રમતી વખતે તબિયત લથડતા પતિનું મોત થયું. પત્ની સાથે ઘરમાં જ ગરબા રમતી વખતે દિપક પાટીલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો. જેના કારણે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. યુવક ઘરના હોલમાં વચ્ચે ખુરશી મુકી પત્ની સાથે ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન તેની પત્ની થાકી જતાં સાઈડમાં બેસી ગઈ હતી પણ દિપક ઉત્સાહથી ગરબા રમી આનંદ માણી રહ્યો હતો. આ સમયે અચાનક જ દિપકની છાતીમાં દુઃખાવો થતા બેસી ગયો હતો અને તરત જ બેભાન થઈ જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલ ખાતે દિપકનું પોસ્ટમોર્ટમ થયુ હતં. જેમાં તેના વિવિધ સેમ્પલોનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મૃતક મૂળ મહારાષ્ટ્રનો વતની હતો અને રત્નકલાકારનું કામ કરતો હતો. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
ગરબી નિહાળતાં લોકો