Puja Niyam : રવિવારે ન કરવી જોઈએ આ છોડ-વૃક્ષની પૂજા, આવે છે દરિદ્રતા
Plant Worship Rules: પુરાણો અનુસાર કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમાં દેવી-દેવતાઓનો વાસ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે .
Tree Worship Rules: કેટલાક વૃક્ષો અને છોડને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પુરાણો અનુસાર કેટલાક વૃક્ષો અને છોડ એવા છે જેમાં દેવી-દેવતાઓનો વાસ છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને પીપળના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. શમીના છોડમાં શનિદેવનો વાસ છે. આ કારણથી આ વૃક્ષો અને છોડની પૂજા કરવામાં આવે છે. જો કે આ છોડની પૂજા કરવાના કેટલાક ખાસ નિયમો છે. આ અંતર્ગત રવિવારે કેટલાક છોડની પૂજા કરવાની મનાઈ છે. આવો જાણીએ તેમના વિશે.
રવિવારે આ છોડની પૂજા ન કરવી જોઈએ
- હિન્દુ ધર્મમાં લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. પુરાણો અનુસાર રવિવારે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ. રવિવારે ન તો તુલસીની પૂજા કરવી જોઈએ અને ન તો તુલસીના પાન તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી રવિવારે ઉપવાસ કરે છે, તેથી આ દિવસે તેમને પાણી ચઢાવવામાં આવતું નથી. જો તુલીસીને રવિવારે જળ અર્પણ કરવામાં આવે તો તેના ગંભીર પરિણામ પણ ભોગવવા પડી શકે છે.
- રવિવારે શમીના વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી. શમીનો છોડ શનિદેવને સમર્પિત છે. તેથી આ વૃક્ષની પૂજા મુખ્યત્વે શનિવારે કરવી જોઈએ. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે, તેથી આ દિવસે શમી વૃક્ષની પૂજા કરવામાં આવતી નથી.
- એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બિરાજમાન છે. રવિવારે પીપળના વૃક્ષની પૂજા ન કરવી જોઈએ. માનવામાં આવે છે કે તેના કારણે ઘરમાં આર્થિક સંકટ આવે છે. રવિવારના દિવસે પીપળના ઝાડ નીચે જવાનું પણ ટાળવું જોઈએ.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP asmita કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Vastu Tips: વ્યવસાય શરૂ કરતા રહેલા વર્કપ્લેસની શુભ દિશા જાણી લો, ધનનું થશે આગમન