શોધખોળ કરો

Adani Stocks: અદાણીના શેરમાં સુનામીના કારણે રોકાણકારોને રૂ. 2 લાખ કરોડનું નુકસાન, ગૌતમ અદાણીની નેટવર્થમાં 12 અરબ ડોલરનો ઘટાડો

Adani Group Stock Crash: ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે અદાણીના શેરમાં રોકાણ કરનારા રોકાણકારોને પણ રૂ. 2 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.

Adani Group Stocks Market Cap:  અદાણી ગ્રૂપના શેરો(Adani Group Stocks) માં તીવ્ર ઘટાડાને કારણે, સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટ મૂડી(Market Capitalisation)માં એક જ દિવસમાં રૂ. 2 લાખ કરોડનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીના ઘટાડાથી ગ્રુપની માર્કેટ મૂડી ઘટીને 12.3 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીGautam Adani Networth) ની નેટવર્થમાં એક જ દિવસમાં 12.1 અબજ ડોલરનો ઘટાડો થયો છે.

અદાણીના શેરમાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો
ગૌતમ અદાણી પર યુએસ ફેડરલ કોર્ટમાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા બાદ સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સ (Adani Energy Solutions) અને અદાણી એન્ટરપ્રાઈઝ(Adani Enterprises Stock) ના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો છે. અદાણી પોર્ટ્સમાં 15 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 18.31 ટકા, અદાણી પાવરમાં 11.54 ટકા, અદાણી વિલ્મરમાં 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 1084 ટકા, અદાણી ટોટલ ગેસમાં 13.37 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટો ઘટાડો
ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, 21 નવેમ્બરે અદાણી ગ્રૂપના શેરમાં તીવ્ર ઘટાડાને કારણે, ગૌતમ અદાણીની નેટવર્થ એક જ સત્રમાં 12.1 બિલિયન ડોલર અથવા 17.28 ટકા ઘટીને 57.8 બિલિયન ડોલર થઈ ગઈ.

મૂડીઝ રેટિંગ્સ તરફથી મોટું નિવેદન
રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે કહ્યું છે કે અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણીને લઈને અમેરિકાથી આવી રહેલા સમાચાર અદાણી ગ્રુપની કંપનીઓ માટે નકારાત્મક છે. મૂડીઝે જણાવ્યું હતું કે, અદાણી જૂથનું મૂલ્યાંકન કરતી વખતે, અમારું ધ્યાન રોકડની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૂડી એકત્ર કરવાની જૂથ કંપનીઓની ક્ષમતા પર છે.

GQG શેર્સમાં મોટો ઘટાડો

માર્ચ 2023માં હિન્ડેનબર્ગના આરોપો પછી, રાજીવ જૈનના GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું અને તેને જામીન આપી દીધા. પરંતુ અદાણી ગ્રૂપની મુશ્કેલી બાદ ઓસ્ટ્રેલિયામાં GQGના શેરમાં 26 ટકાનો ઘટાડો થયો છે. જીક્યુજીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

અમેરિકાથી અદાણીને લઇને કરવામાં આવ્યા આ દાવા

ગૌતમ અદાણીના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપની કંપની પર જૂઠું બોલવું અને કોન્ટ્રાક્ટ મેળવવા લાંચ આપવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી પર તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ માટે યુએસમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે.                                                                             

આ પણ વાંચો...

Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ
Embed widget