શોધખોળ કરો

Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી અને અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી અને અદાણી ગ્રીનના ડિરેક્ટરો વિરુદ્ધ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. જૂથના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે આરોપો પાયાવિહોણા છે અને તેનું ખંડન કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે તે અમે તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પોનો સહારો લઈશું.

 

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ  (US Department of Justice ) અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (US Securities and Exchange Commission) દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરાયેલા આક્ષેપો પાયાવિહોણા છે અને જૂથ આ આરોપોનું સખત ખંડન કરે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાય વિભાગે પોતે કહ્યું છે કે,"અભિયોગમાં લગાવવામાં આવેલ આરોપો માત્ર આરોપો છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ માનવામાં આવે છે.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ગ્રૂપ હંમેશા ગવર્નન્સ, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલનના ઉચ્ચ ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. કંપનીએ કહ્યું, અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થાઓ છીએ, જે તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરે છે.

અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર

અદાણી ગ્રુપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રુપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો છે. અદાણી ગ્રુપના શેરમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 10 ટકા ઘટીને 2539 રૂપિયા પર આવી ગયો છે અને શેર લોઅર સર્કિટ પર આવી ગયો છે. અદાણી પોર્ટ્સમાં પણ 10 ટકા, અંબુજા સિમેન્ટમાં 10 ટકા અને અદાણી પાવરમાં 16 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો

21 નવેમ્બર, 2024ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રુપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર 20 ટકા ઘટીને 697.70 રૂપિયા થયો હતો અને શેર લોઅર સર્કિટમાં અથડાયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર 14 ટકા ઘટીને 577.80 રૂપિયા, અદાણી ગ્રીન એનર્જીનો શેર 18 ટકા ઘટીને 1159 રૂપિયા, ACCનો શેર 10 ટકા ઘટીને  1966.55 રૂપિયા થયો હતો. આ ઉપરાંત અદાણી પોર્ટ્સ અને સેઝનો શેર પણ 10 ટકા ઘટીને 1160 રૂપિયા, અદાણી વિલ્મરનો શેર 8 ટકા ઘટીને 301 રૂપિયા પર આવી રહ્યો છે.

અમેરિકાથી અદાણીને લઇને કરવામાં આવ્યા આ દાવા

ગૌતમ અદાણીના શેરમાં આ ઘટાડો વાસ્તવમાં અમેરિકાના એક સમાચાર બાદ જોવા મળ્યો હતો. જેમાં અદાણી ગ્રૂપની કંપની પર જૂઠું બોલવું અને કોન્ટ્રાક્ટ મેળવવા લાંચ આપવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ગૌતમ અદાણી પર તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ માટે યુએસમાં સોલાર એનર્જી પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર (આશરે 2236 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનો અને તેને છૂપાવવાનો આરોપ છે.                                                                             

આ પણ વાંચો....

ગૌતમ અદાણી પર અમેરિકામાં મોટો આરોપ, 2236 કરોડ રૂપિયાને લઇને કરાયો મોટો દાવો

ટોપ સ્ટોરી

8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
8th Pay Commission: રેલવે યુનિયને ચર્ચા માટે માગ્યો 2 દિવસનો સમય, 18 નવેમ્બરે AIDEF મૂકશે પોતાનો પક્ષ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Sliver Price: ચાંદીના ભાવમાં ₹5,000નો ઘટાડો, સોનાની પણ ઘટી ચમક, જાણો લેટેસ્ટ પ્રાઇસ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
RBIની મોટી એક્શન, એક ઝાટકે 63 ફાઇનાન્સ કંપનીઓના લાયસન્સ કરી દીધા રદ્દ
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો
Inflation: હોલસેલ મોંઘવારી દર 12.29 ટકાને પાર, ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget