Raksha Bandhan 2022: 11 ઓગસ્ટે છે રક્ષાબંધન, જાણો તેની પહેલા કયા કામ કરવા છે જરૂરી
Raksha Bandhan 2022 Date: ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનો આ તહેવાર આ વખતે 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ તહેવાર પહેલા, એવી કેટલીક બાબતો છે જે સમયસર કરવી જોઈએ.
Raksha Bandhan 2022 Date Shubh Muhurat: ભાઈ અને બહેનના તહેવારોમાં રક્ષા બંધનનો તહેવાર વિશેષ સ્થાન ધરાવે છે. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને બળેવ પણ કહે છે. આ દિવસે બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય તથા સુખી જીવનની કામના કરે છે. જ્યારે ભાઈ તેની બહેનને કેટલીક ભેટ આપે છે. તે તેમની રક્ષા કરવાનું વચન પણ આપે છે. હિન્દુ શાસ્ત્રોમાં શુભ મુહૂર્તમાં જ ભાઈઓના કાંડા પર રાખડી બાંધવાનું કહેવામાં આવ્યું છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ છે. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ અને સ્નેહનો આ તહેવાર આ વખતે 11 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ તહેવાર પહેલા, એવી કેટલીક બાબતો છે જે સમયસર કરવી જોઈએ.
અત્યારથી જ ખરીદી લો રાખડી
જો તમારો ભાઈ ક્યાંક દૂર ભણવા કે નોકરી કરવા ગયો હોય અથવા અન્ય કોઈ કારણસર તમે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી બાંધી શકતા નથી તો આવા સંજોગોમાં હવેથી તેમને કુરિયર અથવા પોસ્ટ દ્વારા રાખડી મોકલો. જેથી તે ભાઈને રક્ષાબંધન પહેલા રાખડી મળી જાય અને તે સમયસર રાખડી બાંધી શકે.
બહેન માટે ભેટ મોકલો
તેવી જ રીતે જો ભાઈ પણ રક્ષાબંધનના દિવસે તેની બહેનને ભેટ આપવા માંગતો હોય તો તેણે પણ અગાઉથી ખરીદી લેવી જોઈએ અને ટપાલ દ્વારા બહેનને મોકલવી જોઈએ. જેથી બહેનને પણ રક્ષાબંધનના દિવસે ભાઈની ભેટ મળી શકે.
અગાઉથી ટિકિટ બુક કરાવી લો
જે ભાઈ-બહેન એકબીજાથી દૂર છે તેમણે રક્ષાબંધનના દિવસે પહોંચવા માટે તેમની ટિકિટ અગાઉથી બુક કરાવી લેવી જોઈએ. જરૂરી નથી કે તમને તરત જ ટિકિટ મળી જાય. કારણ કે તહેવારોના સમયે ટિકિટ મહિનાઓ અગાઉથી બુક કરવામાં આવે છે,