શોધખોળ કરો

Raksha Bandhan: રક્ષાબંધન ફક્ત ભાઇ બહેનનો પર્વ નહી, ગ્રંથોમાં જણાવ્યું છે કે કોણ કોને બાંધી શકે છે રાખડી

Raksha Bandhan 2024: શુક્રાચાર્યે કહ્યું કે ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર એક રક્ષા સૂત્ર તેમની સુરક્ષા માટે બાંધ્યું હતું

Raksha Bandhan 2024: આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધનના (Raksha Bandhan 2024) દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, જેને રાખડી કહેવાય છે. પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે પત્ની પણ પોતાના પતિને રાખડી બાંધી શકે છે.

તેનું મુખ્ય સૂત્ર ખાસ કરીને પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. સ્કંદ પુરાણ, શ્રાવણ માહાત્મ્ય અધ્યાય ક્રમાંક 21, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ (ઉત્તર પર્વ અધ્યાય ક્રમાંક 137), જેમાં લખવામાં આવ્યું છે કે જ્યારે દેવાસુરના યુદ્ધમાં અસુરોનો પરાજય થયો ત્યારે તેઓ તેમના ગુરુ શુક્રાચાર્ય પાસે હારનું કારણ જાણવા પહોંચ્યા હતા.

ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

શુક્રાચાર્યે કહ્યું કે ઈન્દ્રાણી શચીએ ઈન્દ્રના કાંડા પર એક રક્ષા સૂત્ર તેમની સુરક્ષા માટે બાંધ્યું હતું. એ જ રક્ષા સૂત્રએ તેમને બચાવ્યા હતા. આ કથા કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહી હતી અને તેની વિધિ પણ જણાવી હતી.

દેશભરમાં દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર હંમેશા ભાઈ અને બહેન વચ્ચેના ગાઢ પ્રેમ અને અતૂટ બંધનની લાગણી સાથે જોડાયેલો છે. પરંતુ રક્ષાબંધન પર રાખડી બાંધવા પાછળ અન્ય ઘણા કારણો છૂપાયેલા છે. માતા પાર્વતીએ ભગવાન વિષ્ણુને રાખડી બાંધી હોવાનું કહેવાય છે.

તો કેટલાક બલિ અને પાતાળ લોકની વાર્તા કહીને તો કેટલાક યમુના અને યમરાજની કથા જણાવીને તેની સ્વીકૃતિ મેળવે છે. પરંતુ આ માત્ર દંતકથાઓ છે. કારણ કે કોઈ પણ પ્રાચીન ગ્રંથમાં આનો ઉલ્લેખ નથી. વ્યાસજીએ મહાભારતમાં તેનું વર્ણન કર્યું નથી. વેદ કે પુરાણમાં પણ તેની કોઇ ચર્ચા નથી

શું રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો તહેવાર છે?

પહેલાના જમાનામાં પૂજારીઓ એક પોટલીને દોરા સાથે બાંધીને કાંડા પર બાંધતા હતા. તે પોટલીમાં ચોખા, પીળી સરસવ, ચંદન વગેરે રહેતું હતું. સમયની સાથે આ તહેવાર અનેક રીતે બદલાયો અને મોટા પાયે ભાઈ-બહેનનો તહેવાર બની ગયો. જાતિ, ધર્મ વગેરેને બાજુ પર રાખીને એક બહેન તેના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને માત્ર સતત પ્રેમ અને સ્નેહની અપેક્ષા રાખે છે. આ એક પ્રકારની સુરક્ષાની શપથ છે.

કોણ કોને રાખડી બાંધે?

 માતા તેના પુત્રને.

દીકરી પોતાના પિતાને

 બહેન ભાઈને.

વિદ્યાર્થી પોતાના ગુરુને

બ્રાહ્મણ કોઈપણ ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્રને

પૌત્ર અને પૌત્રીને પોતાના દાદા-દાદીને

મિત્ર પોતાના મિત્રને.

પત્ની તેના પતિને.

ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પૂર્વજોને તર્પણ અર્પણ કરવું એ પણ શુભ માનવામાં આવે છે (ભવિષ્ય પુરાણ, ઉત્તર પર્વ 137) તેથી રાખડી બાંધવી એ માત્ર ભાઈઓ અને બહેનો માટે જ નહીં, ખૂબ વ્યાપક કાર્ય છે. બારમી સદીના બ્રાહ્મણો (પાલીવાલ)એ ક્ષત્રિયોને રાખડી બાંધી હતી તેનું ઉદાહરણ છે કે 1273માં પાલીવાલ બ્રાહ્મણોએ ક્ષત્રિય રાજા રાવ રાઠોડની રક્ષા માટે રાખડી બાંધી હતી. રાજા બહાદુરીથી લડ્યો પણ આખું ગામ માર્યું ગયું. તેથી જ આજે પણ પાલીવાલ બ્રાહ્મણો રાખડી બાંધતા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
Guru Nakshatra Gochar: 12 કલાકમાં બદલાશે ભાગ્ય,  ગુરુ 3 રાશિઓ પર થશે મહેરબાન!
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
20 ઓગસ્ટે શનિ બુધ નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ 4 રાશિઓ માટે ખૂબ જ ફળદાયી
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
શ્રાવણમાં આ રીતે કરો શિવ પૂજા, તમામ ઈચ્છાઓ ભોળાનાથ કરશે પૂર્ણ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ
Horoscope Today : આજે આ રાશિના જાતકોનું બદલાશે નસીબ, અટકેલા પૈસા અને મોટી સફળતા મળવાના છે યોગ

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget