Fengshui Tips: આ ફેંગસૂઈ ટિપ્સ કરિયરમાં કરાવશે પ્રગતિ, વધશે માન-સન્માન
ઓફિસમાં જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવી હોય તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે.
ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. ફેંગશુઈ અનુસાર ઓફિસમાં કે ઘરમાં રહેલી દરેક વસ્તુઓને યોગ્ય અને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી જોઈએ. જેના લીધે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. અને તમારું મન આખો દિવસ પ્રફુલ્લિત રહે છે.
ફેંગ શુઇ એ પ્રાચીન ચીની પરંપરા છે. જે પાંચ તત્વો-પૃથ્વી, જળ, ધાતુ, લાકડું અને અગ્નિથી બનેલું છે. જે આસપાસના વાતાવરણ સાથે સુમેળ અને સમન્વય સાધવામાં મદદ કરે છે. સમયની સાથે સાથે આજકાલ ફેંગશુઈ વસ્તુઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો આ વસ્તુઓને ઘરમાં કે ઓફિસમાં સજાવી શકે છે. વ્યવસ્થિત વસ્તુઓ સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે. ફેંગશુઈ અનુસાર ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓને યોગ્ય ગોઠવવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ તેમાં વધારો પણ થાય છે.
એક ઓફિસ જ્યાં વર્કિંગ ડેસ્ક પર બધી વસ્તુઓ યોગ્ય રીતે રાખવામાં આવે છે. તો તે જગ્યાએ કામ કરતા કર્મચારીની કાર્યક્ષમતા વધે છે. વર્ક ડેસ્ક પર વધુ પડતો સામાન રાખવાથી માનસિક તણાવ થઈ શકે છે. ફેંગશુઈ અનુસાર તમારી આસપાસ રાખવામાં આવેલી બિનજરૂરી વસ્તુઓને દૂર કરો. જેથી તમે તમને ગમતી વસ્તુઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો.
ફર્નિચર ગોઠવો
ઘરમાં રાખેલા ફર્નિચરને યોગ્ય રીતે ગોઠવો. અવ્યવસ્થિત ફર્નિચર ઘરની અંદર આવતી ઊર્જાને અવરોધે છે. ફેંગશુઈ અનુસાર દરવાજા તરફ પગ રાખીને સૂશો નહીં. આમ કરવાથી અશુભ સ્થિતિ સર્જાય છે.
અરીસો
અરીસો ઘરમાં ઉર્જા લાવે છે. પરંતુ ખોટી રીતે મૂકેલો અરીસો તમારા માટે ઘણી બધી સમસ્યાઓ લાવી શકે છે. પલંગની સામે મૂકેલો અરીસો બેચેનીનું કારણ બની શકે છે.
ઇન્ડોર છોડ
ઓફિસમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઇન્ડોર છોડ લગાવવા જોઇએ. આમ કરવાથી વધુ ને વધુ સકારાત્મક ઉર્જા અંદર પ્રવેશે છે. જે તમારી આસપાસના વાતાવરણને હળવું બનાવે છે.અને તમને ફ્રેશ રાખે છે
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર ABPlive.com દાવો કરતા નથી કે તે સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતનો સંપર્ક કરો.