શોધખોળ કરો

વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે

મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ભીષણ જંગ બાદ શું હવે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે? જાણો કોઈ પણ સંઘર્ષને વૈશ્વિક યુદ્ધ જાહેર કરવા માટે કયા ભૌગોલિક અને સૈન્ય માપદંડો અનિવાર્ય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ તણાવ, રશિયા-યુક્રેન યુદ્ધ વૈશ્વિક ચિંતા વધારે છે.
  • વિશ્વ યુદ્ધ માટે દેશોની સંખ્યા નહીં, પરંતુ મહાસત્તાઓની સીધી ભાગીદારી મુખ્ય છે.
  • યુદ્ધનો ભૌગોલિક વ્યાપ અને અનેક ખંડોમાં ફેલાવો વૈશ્વિક યુદ્ધ નક્કી કરે છે.
  • વૈશ્વિક શક્તિઓ અને લશ્કરી જોડાણોની સંડોવણીથી સંઘર્ષ વિશ્વ યુદ્ધ બની શકે છે.

મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ત્રીજા વિશ્વ યુદ્ધની દહેશત વ્યાપી ગઈ છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ મથકો અને વ્યૂહાત્મક લશ્કરી અડ્ડાઓ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાઓએ એક નવી સૈન્ય કટોકટી સર્જી છે. ઈરાની સરકારી પ્રસાર માધ્યમોએ તેમના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના અવસાનની પુષ્ટિ કરતા સ્થિતિ વધુ વણસી છે. આ હુમલાના બદલામાં ઈરાને દુબઈ, બહેરીન, કુવૈત અને કતાર જેવા ખાડી દેશો પર મિસાઈલ મારો ચલાવ્યો છે. બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે તેના 5 માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે સામાન્ય લોકોમાં એક જ જિજ્ઞાસા છે કે, કોઈ પણ સંઘર્ષ સત્તાવાર રીતે 'વિશ્વ યુદ્ધ' ક્યારે જાહેર કરવામાં આવે છે?

યુદ્ધને વૈશ્વિક જાહેર કરવાના ઐતિહાસિક અને સૈન્ય માપદંડો

ઘણા લોકો માને છે કે વિશ્વ યુદ્ધ જાહેર કરવા માટે કોઈ ચોક્કસ સંખ્યામાં દેશોનું સામેલ હોવું અનિવાર્ય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં ક્યાંય પણ દેશોની લઘુત્તમ સંખ્યાનો ઉલ્લેખ નથી. 'વિશ્વ યુદ્ધ' એ એક ઐતિહાસિક અને ભૌગોલિક શબ્દ છે, જે લડાઈના વ્યાપ અને તેમાં સામેલ મહાસત્તાઓના આધારે નક્કી કરવામાં આવે છે. ઇતિહાસકારો અને સંરક્ષણ નિષ્ણાતો માને છે કે જો કોઈ સંઘર્ષમાં દુનિયાની મોટી લશ્કરી શક્તિઓ સીધી રીતે સંકળાયેલી હોય અને તે સંઘર્ષ વિશ્વના અનેક ખંડોમાં ફેલાયેલો હોય, ત્યારે જ તેને વૈશ્વિક યુદ્ધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

મહાસત્તાઓની સંડોવણી અને લશ્કરી જોડાણોનું મહત્વ

વિશ્વ યુદ્ધ માટેની સૌથી મુખ્ય શરત અમેરિકા, રશિયા અને ચીન જેવી મોટી વૈશ્વિક શક્તિઓની સીધી સૈન્ય ભાગીદારી છે. આ સાથે જ 'નાટો' જેવા શક્તિશાળી લશ્કરી જોડાણો જ્યારે કોઈ યુદ્ધમાં કૂદી પડે છે, ત્યારે તે પ્રાદેશિક સંઘર્ષ મટીને વૈશ્વિક બની જાય છે. પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધના ઉદાહરણો જોઈએ તો, તેમાં શક્તિશાળી દેશોની સીધી સંડોવણીએ જ યુદ્ધની જ્વાળાઓને સરહદો ઓળંગીને ખંડો સુધી પહોંચાડી હતી. જો કોઈ સંઘર્ષ ભલે અનેક દેશો વચ્ચે હોય પરંતુ તે એક જ ભૌગોલિક ક્ષેત્ર પૂરતો મર્યાદિત હોય, તો તેને પ્રાદેશિક યુદ્ધ જ ગણવામાં આવે છે.

ભૌગોલિક વ્યાપ અને બ્લોક વિભાજન

બીજા એક મહત્વના માપદંડ મુજબ, યુદ્ધ માત્ર જમીન પર જ નહીં પરંતુ અનેક ખંડોના હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ માર્ગોને પ્રભાવિત કરતું હોવું જોઈએ. પ્રથમ વિશ્વ યુદ્ધમાં યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વની ભૂમિ પર રક્તપાત થયો હતો, જ્યારે બીજા વિશ્વ યુદ્ધમાં પેસિફિક સમુદ્રથી લઈને આફ્રિકાના રણ પ્રદેશો સુધી જંગ ખેલાયો હતો. આ ઉપરાંત, જ્યારે વિશ્વ બે વિરોધી જૂથોમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય છે, જેમ કે સાથી રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો હતા, ત્યારે તે વિશ્વ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરે છે.

ઇતિહાસના આંકડા અને વર્તમાન સ્થિતિ

જો આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો પ્રથમ વિશ્વ યુદ્ધમાં 30 થી વધુ દેશો અને બીજા વિશ્વ યુદ્ધમાં 50 થી વધુ રાષ્ટ્રો સીધી કે આડકતરી રીતે જોડાયેલા હતા. બીજા વિશ્વ યુદ્ધમાં અંદાજે 70 થી 100 મિલિયન સૈનિકોએ ભાગ લીધો હતો. હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ ભલે ભયાનક હોય, પરંતુ નિષ્ણાતો હજુ પણ તેને પ્રાદેશિક યુદ્ધ તરીકે જ જોઈ રહ્યા છે. જોકે, જો રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ આ સંઘર્ષમાં સીધી રીતે સામેલ થશે, તો તે નિઃશંકપણે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત ગણાશે.

Frequently Asked Questions

વિશ્વ યુદ્ધ જાહેર કરવા માટે કોઈ ચોક્કસ સંખ્યામાં દેશોનું સામેલ હોવું જરૂરી છે?

ના, આંતરરાષ્ટ્રીય કાયદામાં દેશોની લઘુત્તમ સંખ્યાનો કોઈ ઉલ્લેખ નથી. 'વિશ્વ યુદ્ધ' એ લડાઈના વ્યાપ અને સામેલ મહાસત્તાઓના આધારે નક્કી થતો ઐતિહાસિક શબ્દ છે.

કયા પરિબળોને કારણે કોઈ સંઘર્ષને 'વિશ્વ યુદ્ધ' ગણી શકાય?

જો કોઈ સંઘર્ષમાં દુનિયાની મોટી લશ્કરી શક્તિઓ સીધી રીતે સંકળાયેલી હોય અને તે અનેક ખંડોમાં ફેલાયેલો હોય, ત્યારે તેને વૈશ્વિક યુદ્ધ ગણી શકાય.

મહાસત્તાઓની સંડોવણી વિશ્વ યુદ્ધમાં કેવી રીતે ફાળો આપે છે?

અમેરિકા, રશિયા અને ચીન જેવી મોટી વૈશ્વિક શક્તિઓની સીધી સૈન્ય ભાગીદારી અને 'નાટો' જેવા શક્તિશાળી લશ્કરી જોડાણોની સંડોવણી કોઈ પ્રાદેશિક સંઘર્ષને વૈશ્વિક બનાવી શકે છે.

ભૌગોલિક વ્યાપ અને બ્લોક વિભાજન વિશ્વ યુદ્ધ નક્કી કરવામાં કેવી રીતે મદદ કરે છે?

યુદ્ધ માત્ર જમીન પર જ નહીં, પરંતુ અનેક ખંડોના હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ માર્ગોને પ્રભાવિત કરતું હોવું જોઈએ. વિશ્વ બે વિરોધી જૂથોમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય તો તે વિશ્વ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget