મનુષ્ય ગૌરવ દિન: ગીતાનો સંદેશ ઘર-ઘર પહોંચાડનાર, પાંડુરંગ શાસ્ત્રીજીની આજે જન્મજંયતિ
પાંડુરંગ શાસ્ત્રીએ સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં ભારત સરકારે દાદા પાંડુરંગને ‘પદ્મવિભૂષણ’થી સન્માનિત કર્યા હતા
મનુષ્ય ગૌરવ દિન:પૂજ્ય દાદાજીએ કહ્યું છે કે,"માણસની કિંમત માત્ર તેની પાસે કેટલા પૈસા કે ભૌતિક સંપતિ છે તેના પરથી જ નથી થતી, પણ એક મનુષ્ય તરીકે પણ તેની કિંમત છે". આ માટેના કારણ તરીકે પાંડુરંગ શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં કહેલા વચનને ટાંક્યું છે. એમાં ભગવાને કહ્યું છે કે, सर्वस्वचाहम हदयीसन्निविष्टो (અર્થ : હું પ્રાણીમાત્રના હદયમાં બિરાજમાન છું) તેથી માણસે ભગવાન મારી સાથે છે તે વાતનું ગૌરવ લેવું જોઈએ અને પોતાને મળેલ મનુષ્ય અવતારનું ગૌરવ લેવું જોઈએ. આ વાત સમજાવતો દિવસ એટલે મનુષ્ય ગૌરવદિન.
સ્વાધ્યાય પરિવાર આ દિવસને વિશેષ રૂપે ઊજવે છે. આ દિવસોમાં ભકિતફેરીનું આયોજન કરવામાં આવે છે જેને મનુષ્ય ગૌરવદિન ની ભકિતફેરી તરીકે ઓળખવામાં આવે છે.
ભારતના પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ, સમાજ સુધારક અને દાર્શનિક પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાનો જન્મ 19 ઓક્ટોબર 1920માંના રોજ મહારાષ્ટ્રના રોહા મુકામે જન્મ થયો હતો. પાંડુરંગજીને ‘દાદા’ (મોટા ભાઈ)ના લાડકા નામથી પણ સંબોધન થતું હતું. સમાજમાં ‘સ્વાધ્યાય’ના માધ્યમથી આત્મચેતના જાગૃત કરવાનો આદર્શ સ્થાપિત કરવાનું બહુ મોટું કાર્ય દાદાએ કર્યું છે.
પાંડુરંગ શાસ્ત્રીએ સમાજ સુધારના આંદોલનનું અણમોલ કામ પણ કર્યું હતું. દાદાએ યુક્તિપૂર્વક વેદો, ઉપનીષદો તથા હિંદુ સંસ્કૃતિની આધ્યાત્મિક શક્તિને પુનઃજાગૃત કરવા માટે એક અભિયાન હાથ ધર્યું હતું. 1999માં
પાંડુરંગ આઠવલે દાદાએ 25 ઓક્ટોબર, 2૦૦૩ના રોજ મુંબઈમાં જ આખરી શ્વાસ લીધાં અને આ સંસારમાંથી વિદાય લીધી હતી પરંતુ તેમની રાખેલા મિશનની નીવ આજે વટવૃક્ષ સમાન બની ચૂકી છે. આજે પણ આ મિશન દ્રારા મનુષ્યમાં સદભાવના અને સંસ્કારનું સિંચનની પ્રક્રિયા નિરંતર ચાલે છે.આજે તેમના જન્મદિવસ નિમિતે 50થી વધુ શહેરમાં 25 હજારથી વધુ સ્વાસ્થ્યાચી તેમના જન્મત્સવની ઉજવણી કરશે.