(Source: ECI/ABP News/ABP Majha)
Navratri 2022: નવરાત્રી પહેલા આ સ્ટાર એક્ટરે ગાયુ માં દુર્ગા પર શાનદાર ગીત, રિલીઝ થતાં જ લોકો ઝૂમી ઉઠ્યા, સાંભળો..........
ભોજપુરી સ્ટાર ખેસાલી લાલ યાદવનુ નવુ ગીત 'ચલો બુલાવા આયા હૈ' રિલીઝ થઇ ગયુ છે. આ ગીતને સારેગામાના ભોજપુરી યુટ્યૂબ ચેનલ પર લૉન્ચ કરવામાં આવ્યુ છે.
Navratri 2022: માતાજીની પવિત્ર નવરાત્રીના ગણતરીના દિવસો બચ્યાં છે, ત્યારે ભોજપુરી ફિલ્મ સ્ટાર એક્ટર ખેસાલી લાલ યાદવે ખાસ ગીત રિલીઝ કર્યુ છે. આ ગીત માતા દુર્ગા પર બનેલુ છે અને સ્પેશ્યલ નવરાત્રી સૉન્ગ છે. આ ગીત રિલીઝ થતાંની યુટ્યૂબ પર ટ્રેન્ડ થવા લાગ્યુ હતુ અને લોકો ઝૂમી ઉઠ્યા હતા.
ભોજપુરી સ્ટાર ખેસાલી લાલ યાદવનુ નવુ ગીત 'ચલો બુલાવા આયા હૈ' રિલીઝ થઇ ગયુ છે. આ ગીતને સારેગામાના ભોજપુરી યુટ્યૂબ ચેનલ પર લૉન્ચ કરવામાં આવ્યુ છે.
આ ગીતમાં ખેસારી લાલ યાદવ માતા રાનીને વિનંતી કરતો દેખાઇ રહ્યો છે. ખેસારી લાલની સાથે વીડિયોમાં પ્રિયંકા સિંહે પણ આ ભક્તિ ગીતને પોતાનો અવાજ આપ્યો છે. ખેસારી લાલના આ ગીતને ભરપુર લોકપ્રિયતા મળી રહી છે. તેમની એક્ટિંગ અને મ્યૂઝિકની જોરશોરથી પ્રસંશા થઇ રહી છે.
આ ગીતના વીડિયોને ખેસારી તથા શિવાની યાદવ પર ફિલ્માવવામાં આવ્યુ છે, ગીતનુ લિરિક્સ પ્યારેલાલ યાદવે આપ્યુ છે, વળી, મ્યૂઝિક કૃષ્ણા બેદર્દીએ આપ્યુ છે. 'ચલો બુલાવા આયા હૈ' મૈયા ગીતમાં ખેસારી લાલ યાદવની સાથે ભોજપુરી અભિનેત્રી શિવાની યાદવ મૈયાને પ્રસન્ન કરતી દેખાઇ રહી છે. દર્શકોને આ ગીત ખુબ પસંદ આવ્યુ છે અને લાખોમાં કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે.
નવરાત્રીમાં દુર્ગા પૂજા સમયે આ વસ્તુઓનો અવશ્ય સમાવેશ કરો, નહીં તો પૂજા અધૂરી રહેશે -
Shardiya Navratri 2022: શારદીય નવરાત્રીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. નવરાત્રી (વર્ષમાં 4 નવરાત્રી) વર્ષમાં 4 વખત ઉજવવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી (gupt navratri) અને બે નવરાત્રી છે જે મુખ્યત્વે ઉજવવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ચૈત્ર અને શારદીયાનો સમાવેશ થાય છે. શારદીય નવરાત્રી અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. લોકો 9 દિવસીય શારદીય નવરાત્રી ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આ વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022 ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. જે 4 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે. આમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસોમાં કોઈ પણ કામ પંડિતની સલાહ વગર થઈ શકતું નથી.
એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં પૂજાનું પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે પૂજા યોગ્ય રીતે કરવામાં આવે. આ દરમિયાન પૂજાના નિયમોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા દુર્ગાને નિયમો વધુ ગમે છે. તેથી નવરાત્રીમાં પૂજા પદ્ધતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીમાં દેવી દુર્ગાની પૂજામાં ત્રણ વસ્તુઓનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂજામાં સામેલ કરવામાં નહીં આવે તો પૂજા પૂર્ણ માનવામાં આવશે નહીં. આવો જાણીએ કઈ છે તે ત્રણ મહત્વની બાબતો.
નવરાત્રી પર લાલ રંગ (red colour on navratri)
કહેવાય છે કે નવરાત્રીની પૂજામાં લાલ રંગને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે માતાને લાલ રંગ વધુ પ્રિય હોય છે તેથી શારદીય નવરાત્રીમાં પૂજામાં લાલ રંગનો સમાવેશ કરવો જોઈએ. ઘટસ્થાપન અને માતાની સ્થાપના કરતી વખતે લાલ રંગના વસ્ત્રોનો ઉપયોગ કરો. આ સાથે જ પૂજામાં લાલ ચુંદડી અને કુમકુમનો ચાંદલો પણ લગાવવામાં આવે છે.
નવરાત્રીમાં લાલ ચુંદડી (red chunri in navratri)
નવરાત્રી દરમિયાન માતાને લાલ ચુંદડી પણ ચઢાવવામાં આવે છે. એવું કહેવાય છે કે માતાને ક્યારેય ખાલી ચુંદડી ન ચઢાવો. તેની સાથે વીંટી, બદામ, ફળ, મીઠાઈ અને નારિયેળ વગેરે અર્પણ કરવાનું ધ્યાન રાખો.
નવરાત્રીમાં અખંડ જ્યોતિ (akhand jyoti in navratri)
કહેવાય છે કે અખંડ જ્યોતિ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તેથી નવરાત્રી દરમિયાન ઘરમાં અખંડ જ્યોતિ ચોક્કસ પ્રગટાવવામાં આવે છે. એટલું જ નહીં, અખંડ જ્યોતિ પહેલાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યોત માટે માત્ર માટી કે પિત્તળનો દીવો જ વાપરવો જોઈએ. સાથે જ કહેવાય છે કે ગાયના ઘીથી દીવો પ્રગટાવવામાં આવે તો સારું.