Astro Tips: ગ્રહ દોષને દૂર કરવા માટે ધારણ કરવામાં આવતા રત્નો શું ખરેખર કરે છે કામ, જાણો શું કહે છે જ્યોતિષાચાર્ય
જો આપની કુંડલીમાં કોઇ ગ્રહનો દોષ હોય અને તેના કારણે જીવનમાં મુશ્કેલી આવતી હોય તો તેનો ઉપાય કેવી રીતે કરવો, જાણીએ...
Astro Tips:જ્યોતિષશાસ્ત્રનો એક નિયમ છે, અન્ય કોઈ ગ્રહ કોઈપણ ગ્રહના દોષ સુધારે છે.પરંતુ રાહુ કેતુ કોઈપણ ગ્રહના દોષોને સુધારતો નથી, પરંતુ બુધ, રાહુ કેતુથી સંબંધિત દોષોને સુધારે છે. રાજકોટના જાણીતા જ્યોતિશાસ્ત્રીજ તુષાર જોશીએ રાહુના દોષને દૂર કરવાના ઉપાય જણાવ્યા છે.
જ્યોતિશાસ્ત્રી તુષાર જોશીએ ગ્રહોના દુષ્પ્રભાવ વિશે વાત કરતા કહ્યું કે કહ્યું કે, “મેં એવા ઘણા લોકો જોયા છે જેમની કુંડળીમાં રાહુ મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો અથવા રાહુની સ્થિતિ હતી અને કોઈએ તેમને ગોમેદ પહેરાવ્યા હતા.કોઈપણ રત્ન તે ગ્રહ સંબંધિત બળમાં વધારો કરે છે. જે ગ્રહ માટે તેને ધારણ કરવામાં આવે છે તે તેના દોષોને સુધારતા નથી પરંત રત્નનું કાર્ય માત્ર શક્તિ વધારવાનું છે. જો કુંડળીમાં કોઈ ગ્રહ તમને અનુમાન પ્રમાણે લાભ ન આપી રહ્યો હોય અને ખૂબ જ નબળો હોય તો તેનું રત્નને ધારણ કરવું જોઈએ જેથી તેની શક્તિમાં વધારો થઈ શકે”.
ચાલો એક ઉદાહરણથી સમજીએ કે, જો કોઈ વ્યક્તિ તમને પરેશાન કરી રહી છે, તો આપણે એવી વ્યક્તિને શોધીએ છીએ, જેનું તે વધુ માને માને છે અથવા જેના કહેવાથી તે આપણને પરેશાન કરવાનું બંધ કરી દે છે. તેવી જ રીતે જ્યોતિષમાં પણ ઘણા ગ્રહો એકબીજાના દોષ સુધારે છે.
રાહુના દોષોને બુધ દૂર કરશે
બુધ રાહુના દોષોનો નાશ કરે છે. જેમ શુક્ર મંગળ વગેરે દોષોનો નાશ કરે છે.આગળથી તમારે પણ સાવધાન રહેવું જોઈએ, જો રાહુ તમને ભવિષ્યવાણી પ્રમાણે કોઈ પ્રકારની પરેશાની આપી રહ્યો હોય તો તેને લગતા દાન અને ઉપાયો કરો અને જો તમારી કુંડળીમાં બુધનો કારક હોય તો તે મુજબ લાભ આપી રહ્યો છે. તો તેના મંત્રનો જાપ કરો. અથવા રત્નો પહેરો.
રાહુ દોષને દૂર કરવાના ઉપાય
રાહુના દોષને સુધારવા માટે, વ્યક્તિએ તેના મંત્રનો જાપ કરવાની સાથે દાન અને અન્ય ઉપાય પણ શોધવા જોઈએ. રાહુનો મુખ્ય ઉપાય રક્તપિત્તના દર્દીઓ અને સફાઈ કામદારોની સેવા કરવાનો છે. તેમને કાળા અડદમાંથી બનેલી કોઈપણ સામગ્રી જેમ કે ઈમરતી અથવા દાળ અથવા બડા ખવડાવો, તેમની સાથે સારો વ્યવહાર કરો. ઉપરાંત રાહુ દોષને દૂર કરવા કાળી અડદની દાળ, જવ, બાજરી, કાળા તલ, સફેદ તલ મિક્સ કરીને દરરોજ પક્ષીઓને ખવડાવો.
જો તમે લાખો રૂપિયા ખર્ચીને રાહુનો ઉપાય ઠીક કરશો, તો પણ આ ઉપાયથી તેમાં ફાયદો થશે. જો કે આ ઉપાય લાંબા સમય સુધી કરાવા જરૂરી છે. તેને જીવનનો નિયમ બનાવી દો. આ ઉપાય સાથે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.
-જ્યોતિષાચાર્ય, તુષાર જોષી