Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા અને સકારાત્ક ઊર્જાનો સંચાર કરવા સવાર સાંજ આ કામ અચૂક કરો
જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો. આ પ્રયોગ ઘરમાં અનિષ્ટને રોકે છે
![Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા અને સકારાત્ક ઊર્જાનો સંચાર કરવા સવાર સાંજ આ કામ અચૂક કરો Do this regularly in the morning and evening to remove Vastu Dosha and infuse positive energy in the house Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા અને સકારાત્ક ઊર્જાનો સંચાર કરવા સવાર સાંજ આ કામ અચૂક કરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/25/837ab3b470a17fbbad2a121e590380cf172456130441681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Tips:ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
માન્યતાઓ અનુસાર પૂજામાં ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.
માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.
દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.
જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.
સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
Janmashtami 2024: જન્માષ્ટમી પર આ 3 રાશિઓ પર વરસશે શ્રીકૃષ્ણની કૃપા, બની રહ્યો છે ધન વૃદ્ધિ યોગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)