Gayatri Mantra Significance: શક્તિશાળી છે આ ગાયત્રી મંત્ર, મનોવાંછિત આપે છે ફળ, જાપમાં ન કરો આ ભૂલ
Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
Gayatri Mantra: ગાયત્રી મંત્રના જાપનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાના અગણિત ફાયદા છે. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
હિન્દુ ધર્મમાં મંત્રોના જાપનું વિશેષ મહત્વ છે. મંત્રોના જાપથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તમામ મંત્રોમાં ગાયત્રી મંત્રનો જાપ કરવાનો મહિમા અદ્ભુત છે.શાસ્ત્રો અનુસાર ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવાથી તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આ ચમત્કારી મંત્રથી તમે તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તેના અદ્ભુત ફાયદાઓ જોઈ શકાય છે. ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે પણ કેટલાક નિયમો છે, જેને ધ્યાનમાં રાખવા જરૂરી છે.
ગાયત્રી મંત્ર
ઓમ ભૂભુવ સ્વ: તત્સવિતુર્વેણ્યમ્ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.
આ મંત્રનો અર્થ એ છે કે હે સર્જનહાર, પ્રાણ સ્વરૂપ, દુખ:નાશક, સુખ સ્વરૂપ શ્રેષ્ઠ, તેજોમય પરમાત્મ, જેનું તેજ આપણે ધારણ કરીએ છીએ. તે જ ભગવાન આપણી બુદ્ધિને સન્માર્ગ તરફ પ્રેરિત કરે.
ગાયત્રી મંત્રનો જાપ કરવાના નિયમો
ગાયત્રી મંત્રનો જાપ હંમેશા સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્તના એક કલાક પછી કરવો જોઈએ, નહીં તો તેનો લાભ નહીં મળે. મૌન રહીને પણ માનસિક રીતે ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી બચવું જોઈએ. તો તેનું ફળ નહી મળે. ગાયત્રી મંત્રનો જાપ હંમેશા પીળા વસ્ત્રો પહેરીને જ કરવો વા જોઈએ. આ મંત્રનો જાપ ક્યારેય કાળા કે ઘાટા રંગના કપડા પહેરીને ન કરવો. ગાયત્રી મંત્રનો જાપ ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ કરીને ન કરવો જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને તેનો જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. માંસ, માછલી કે શરાબનું સેવન કર્યા પછી ક્યારેય ગાયત્રી મંત્રનો જાપ ન કરો, નહીં તો તેનું વિપરિત ફળ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.