Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે.
Guru Purnima 2022: અષાઢ માસના શુક્લ પક્ષની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વેદના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. તેથી આ દિવસને વેદ વ્યાસ જીની જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસને અષાઢ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે.
પ્રાચીન સમયથી ગુરુનું વિશેષ મહત્વ છે. ગુરૂ જ જીવનમાં સાચા રસ્તે ચાલવાનું શીખવે છે. જ્યારે જ્યોતિષમાં ગુરુને ભગવાન વિષ્ણુ અને દેવ બૃહસ્પતિ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કુંડળીમાં ગુરુની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પૂર્ણિમાના દિવસે આ ઉપાયો કરવાથી કુંડળીમાં રહેલ ગુરુ દોષ દૂર થાય છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
ગુરુ દોષ દૂર કરવાના ઉપાય
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો આપના પાસે ગુરુ ન હોય તો તમે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને તમારા ગુરુ માનીને તેમની પૂજા કરી શકો છો. એવું માનવામાં આવે છે કે, તેનાથી આ કુંડળીમાં ગુરુ દોષ દૂર થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ગુરુને બળવાન બનાવવા માટે 'ઓમ બૃહસ્પતયે નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. ખાસ કરીને ગુરુવારે આ મંત્રનો જાપ કરવાથી તેનું ફળ અવશ્ય મળે છે. તેની શરૂઆત તમે ગુરુ પૂર્ણિમાથી કરી શકો છો.
- કુંડળીમાં ગુરુ દોષ ઓછો કરવા અને ભાગ્યશાળી બનવા માટે ગુરુ પૂર્ણિમાના શુભ મુહૂર્ત પર ઘરમાં પુરોહિત દ્વારા સ્થાપિત ગુરુ યંત્રની સ્થાપના કરાવો અને દરરોજ તેની પૂજા કરો.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ધંધામાં સતત નુકસાન થતું હોય તો અષાઢ ગુરુ પૂર્ણિમાના દિવસે પીળા રંગના અનાજ, પીળા કપડા અથવા પીળા રંગની મીઠાઈ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને દાન કરો.
- જો કોઈ વિદ્યાર્થીના મનમાં અભ્યાસને લઈને તણાવ હોય અથવા સફળતા ન મળવાનો ડર હોય તો તેણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયની સેવા કરવી જોઈએ. આ દિવસે ગીતાનો પાઠ કરવો પણ શુભ માનવામાં આવે છે.