શોધખોળ કરો
Advertisement
રાશિફળ 15 ફેબ્રુઆરીઃ સિંહ, કન્યા અને કુંભ રાશિવાળા ન કરતા આ કામ, જાણો આજનું રાશિફળ
Today Horoscope: આજનો દિવસ ધર્મ કર્મની દ્રષ્ટિએ ખૂબ વિશેષ છે. આજે ગણેશ જયંતી છે. તેને તિલકુંદ ચતુર્થી પણ કહે છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર મહા સુદ ચોથની તિથિ છે. આજનો દિવસ ધર્મ કર્મની દ્રષ્ટિએ ખૂબ વિશેષ છે. આજે ગણેશ જયંતી છે. તેને તિલકુંદ ચતુર્થી પણ કહે છે. આજે ચંદ્ર મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
મેષ (અ.લ.ઇ.) આજના દિવસે ફાલતુ ખર્ચ ઘટાડજો. ધીરજ અને શાંતિથી કામ કરજો. ઓફિશિયલ પોલિટિકલમાં બિલકુલ ન પડતાં.
વૃષભ (બ.વ.ઉ.) આજના દિવસે કોઈ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. વ્યવસાયને આગળ લઈ જવાનો સમય છે. માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.
મિથુન (ક.છ.ઘ.) આજના દિવસે મહત્વપૂર્ણ પ્લાનિંગ કરજો. બાળક સાથે સમય પસાર કરજો. વતનથી દૂર રહેતા લોકો પરિવાર સાથે સંપર્ક જાળવજો.
કર્ક (ડ.હ.) આજના દિવસે નકારાત્મક ગ્રહોના પ્રભાવથી તમને મુશ્કેલી પડી શકે છે. પડોશીઓ સાથે ઝઘડો થવાની સંભાવના છે.
સિંહ (મ.ટ.) આજે નિરાશ થયા વગર પરેશાનીનો સામનો કરજો. ક્રોધ પર નિયંત્રણ રાખીને પ્રેમાળ વ્યવહાર કરજો. જીવન સાથી સાથે તાલમેલ સારો રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે વ્યવહારમાં સંતુલન રાખજો, તેનાથી કઠિન કામ પણ સરળતાથી પૂરા થશે. નકારાત્મક પરિસ્થિતિમાં વિનમ્રતા લાભકારી થશે.
તુલા (ર.ત.) ભવિષ્યની ચિંતા કે ડર આજે દૂર થઈ શકે છે. સ્વભાવમાં વિનમ્રતા રાખીને સંપર્ક વધારજો. બાળકો સાથે સમય પસાર કરજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે નાની નાની પરેશાનીની અવગણનાથી માનસિક દબાણ ઘટશે. વિવાદિત મામલે પોતાની વાણી સંયમિત રાખજો.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે કોઈ વિવાદિત મુદ્દાને કારણ વગર આગળ ન વધારતાં. પરિવારમાં ચાલી આવતી ચિંતા ઓછી થતી જોવા મળી રહી છે.
મકર (ખ.જ.) આજે કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈથી બચજો. ઓફિસમાં સહયોગીની ટિપ્પણીથી મન દુખી થઈ શકે છે. હનુમાનજીની આરાધના કરવાથી રાહત મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે માનસિક દબાણ બીજા સાથે ટકરાવનું કારણ બની શકે છે. નોકરિયાત વર્ગ માટે ઉત્તમ દિવસ છે. માતા-પિતાના અનુશાસનને બંધન ન સમજતાં.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે સાચા-ખોટાની પરખ કરીને સફળતાનો માર્ગ પસંદ કરજો. કર્મક્ષેત્રમાં બીજા સાથે સ્પર્ધા રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion